________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 193 હતાં નહિ અને ચેતન જીવસૃષ્ટિ પણ ન હતી. ત્યારે પહેલા શું હતું? આમ પૂછીએ, ત્યારે તેઓએ કહ્યું કે “ગાઢતમ અંધકારથી વ્યાપ્ત કેવળ સમુદ્ર હતું, ત્યાં વિષ્ણુ ભગવાન તપ તપતા હતાં. એકદા તેમની નાભીમાંથી કમળ બહાર આવ્યું, જેમાંથી બ્રહ્માજીએ જન્મ લીધે. તેમને આઠની સંખ્યામાં જગન્માતાઓ બનાવી. તેના નામે આ પ્રમાણે છે. દિતિ, અદિતિ, મનુ, વિનતા, કદ્દ, સુલસા, સુરભિ અને ઈલા. તેઓમાંથી ક્રમશઃ દૈત્ય, આદિત્ય, મનુષ્ય, સમસ્ત પક્ષી, બધી જાતના સર્વો, નાગ જાતિઓ, ચાર પગા પશુઓ અને ખેતીવાડી માટે બધાય બીજેને અવતાર થયું છે. આ પ્રમાણે સ્થાવર અને જગમ સૃષ્ટિની રચના થઈ છે. કેટલાકે પ્રજાપતિને, બીજાઓ ઈશ્વરને જગકર્તા માને છે. નૈયાયિકે જગત્કર્તા ઇશ્વરને માને છે. તર્ક આપતા કહે છે કે સંસાર કાર્ય છે માટે ઈશ્વરને કર્તા રૂપ માનવામાં વાંધો નથી. પરંતુ આ માન્યતામાં અનૈકાતિક દોષ આવે છે, જેમકે તેમના મતમાં તમામને બનાવનાર ઈશ્વર છે તે પાણીમાં વારં વાર થતાં પરપોટા કેસે બનાવ્યા? જે પ્રતિ સમયે ઉત્પન્ન થાય છે અને ફૂટે છે, પણ તેના કર્તા રૂપે ઈશ્વરને કેઈએ પણ જે હોય તેવી સાક્ષી આપનાર કોઈ નથી અને હજારો પ્રયત્ન કર્યો જેવાશે નહિ. બીજાઓ કહે છે કે પાણીમાં, પૃથ્વીમાં, પર્વતના અગ્ર ભાગમાં તથા અગ્નિની જવાળાઓમાં વિષ્ણુ છે. સારાંશમાં જગત્ વિષ્ણુમય છે. ઉપરની માન્યતામાં કેવળ વિષ્ણુ સિવાય