________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 143 સત્યવાદીને કયાંયથી પણ સંતાપ થતું નથી. સૂર્યમંડળની જેમ પદાર્થના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરે છે. શરદ ઋતુની જેમ નિર્મળ છે. ગંધમાદન પર્વતની જેમ સુગંધી છે, આ પર્વત મહાવિદેહ ક્ષેત્રમાં ગજદંત આકારે છે, જે અત્યંત સુગંધમય છે. મંત્ર, જન્ને અને રોહિણી પ્રજ્ઞપ્તિ વિદ્યાઓ આદિ માટે સત્યધર્મ જ આરાધ્ય ધર્મ છે. મતલબ કે ત્રણે લેકમાં છેવટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ સત્યને જ આધીન છે. સ્વપર ઘાતક સત્ય પણ ત્યાજ્ય છે. માનવ જીવનમાં સુખ-શાન્તિ અને સમાધિને ચાહનારા ભાગ્યશાળીઓએ સદૈવ સત્યભાષાને જ ઉપયોગ કરે જોઈએ. જેથી સમ્યકત્વની પ્રાપ્તિ સુલભ બનશે, શરીરના સાતે ધાતુઓ સાત્વિક થશે, મન પવિત્ર બનશે, આત્માનું ઉર્વીકરણ થશે અને છેવટે તે મનુષ્યના ખેળીયામાં જ દેવ જે બનશે. જે સર્વથા ઉપાદેય એટલે જીન્દગીના પ્રારંભ કાળથી સ્વીકાર કરવા લાયક તથ્ય છે. જે પુરૂષાથી ભાગ્યશાળીઓ મૃષાવાદને સંપૂર્ણ ત્યાગ કરી સત્ય સંવર ની પૂર્ણ આરાધના કરવા માટે તૈયાર થયેલા છે, તેમણે પોતાના સંયમધર્મને જ ખ્યાલ રાખીને મૃષાવાદને ત્યાગ કરવો જ જોઈએ. તથા જે આંશિક વ્રતવાળા હોય તેમને અનિવાર્ય પ્રસંગને છેડીને સ્વપરઘાતક મૃષાવાદના ત્યાગ માટે પ્રયત્ન કર જોઈએ, અને તે વિનાના જીવાત્માઓએ પણ જેનાથી વ્યવહાર બગડે, પુત્ર પરિવાર બગડે, પારકા જીવને ભૂખે મરવું પડે