________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 251 કરજ (અણ) ચૂકવવામાં તેઓ સમજતા નથી, એટલે કે ગરજ પડ્યે શાહુકાર પાસે ખાતું પડાવીને ત્રણ લેવામાં શૂરા છે, પણ તે ઋણ ચૂકવવામાં તેઓ સમજતાં નથી. મિત્રાદિની સગાઈ (મિત્રતા) પણ અવસર આવ્યું છેડી દે છે. રાજનીતિથી વિપરીત કાર્યો કરવા માટે તેમને ફાવટ આવી ગઈ છે. મિત્રમંડળીમાં પણ જેના પ્રત્યે શંકા જાય તેને મારી નાખવામાં જ ધર્મ માનેલું હોય છે. અવસર આવ્યે ગામ-નગરને અગ્નિથી હાનિ કરતાં પણ ચોરને વાર લાગતી નથી. - મુસાફરોને માર્ગમાં, જગલમાં કે ગમે ત્યાં પણ લુંટી લેનાર છે. ' જે મકાનમાં, ચેરી માટે ગયા હોય ત્યાંથી કંઈ પણ ન મળે તો આગ પણ લગાડી દે છે. હાથચાલાકીથી પારકાને તેના દેખતાં જ ચેરી લે છે. યાત્રાળુ. મુસાફર અને સાથીદારને લુંટવામાં તેમને પાપ જેવું લાગતું નથી. ચેરીના ધંધા કરવાથી પ્રાપ્ત થયેલી કુશળતાના કારણે, તેમની આંખ, પારકા ધન-વૈભવ-સ્ત્રી અને પુત્રી પર જ મંડાયેલી હોવાથી, તેના અપહરણ માટેને સમય જ નેતા હોય છે.