________________ 144 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ તેને ત્યાગ કરે છેને માટે પણ દુરંત એટલે દુખેથી છોડી શકાય તેવે છે. આ પ્રમાણે મૃષાવાદીના 19 પ્રકારે સ્વભાવે કહીને હવે તેના પર્યાનું વર્ણન કરે છે. મૃષાવાદના અર્થને સૂચિત કરનારા બીજા પર્યાયે કેટલા? આર્ય સુધર્માસ્વામીએ જબૂસ્વામીને કહ્યું કે, મૃષાવાદને સમજવા માટે એટલે કે ક્યા ક્યા ગુણ નિષ્પન્ન નામે વડે મૃષાવાદ સૂચિત થાય તે પર્યાયે (નામ) તીસની સંખ્યામાં પરમાત્માએ કહ્યાં છે, તે આ પ્રમાણે - (1) અલિયં –જે ભાષાને આપણે બેલીએ છીએ તેનું ફળ સર્વથા વિપરીત આવતું હોય તેવી ભાષાને “અલિક કહે છે. પૂર્વના પુણ્યોદયે માનવશરીરમાં મુખની પ્રાપ્તિ થાય છે અને ભાષા પ્રયોગ માટે જીભની પ્રાપ્તિમાં અને તેને ઉપગમાં માનવનું પુણ્ય કામ કરે છે. કેમકે –સાત લાખ પૃથ્વીકાયિક, સાત લાખ જળકાયિક, સાત લાખ અગ્નિકાયિક, સાત લાખ વાયુકાયિક, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાયિક, ચેદ લાખ સાધારણ વનસ્પતિકાયિક, ઉપર પ્રમાણેના બાવન લાખ છવાયેનિના અનંતાનંત જીને કેવળ સ્પશે. ન્દ્રિય હેવાથી જીભ ઇન્દ્રિયની પ્રાપ્તિ તેમના ભાગ્યમાં હોતી નથી.