________________ 114 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અવતારના દુખે રૂપી ડુંગરાઓ જ્યારે પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે, ત્યારે અત્યન્ત દુખ સંતપ્ત બનેલા તે નારકેને મનુષ્યભવ યાદ આવતા અને આંખમાંથી શ્રાવણ ભાદર ઠાલવતાં કહે છે કે, “મિથ્યાત્વ, અજ્ઞાન અને મેહ માયામાં મસ્ત બનીને, મહારંભ, મહાપરિગ્રહ, અભક્ષ્ય ખાનપાનમાં ભાન ભૂલીને ન કરવાનાં પાપ, હત્યાઓ, કુકર્મો કર્યા જેના કારણે આજે હું સર્વથા અનાથ, અશરણ અને દયાપાત્ર બનીને ભેગવી રહ્યો છું. મનુષ્યભવની પ્રાણ પ્યારી ધર્મપત્ની, પરસ્ત્રી, વેશ્યા, પુત્ર, પૌત્ર, માતા, પિતા, ભાઈ બહેનમાંથી કે તીજોરીમાં ભેગી કરેલી અઢળક સંપત્તિમાંથી એકેય હીરા, મોતી, પિખરાજ, સુવર્ણની કે ચાંદીની પાટે. શણગારેલા રંગ મહેલ, પલંગે મને બચાવવા માટે સમર્થ નથી. જેમના માટે પાપ કર્યા, તે વેગળા રહ્યાં અને મારી શ્રીમંતાઈને ઉપગ, શરાબપાનમાં, હોટલમાં કરી રહ્યા છે. અને તે કમાણીમાંથી ઉપાર્જિત પાપે મારે એકલાને જ ભોગવવા પડે છે. તિર્યંચ અવતારના દુઃખે - . અલેક, તિટ્ઝલેક અને ઉર્વલક નામે ત્રણ લેક છે. સાતે નરકની ભૂમિઓ અધેલકમાં રહેલી છે, જેને પાતાલલેક પણ કહેવાય છે. ઉદ્ઘલેકમાં દેવનિ પ્રાપ્ત દેવે છે અને તિચ્છલકમાં દ્વીપે, સમુદ્રો, મનુષ્ય, તિર્યંચે છે, નદી-નાળાં-ઝાડ વગેરે પણ અહીં જ છે. સૂક્ષ્મ જીવોને છોડીને બાકીની બધીય જીવસૃષ્ટિ પ્રાયઃ કરીને આપણને સૌને પ્રત્યક્ષ છે. આકાર, નામ, રૂપરંગ સૌને જુદા જુદા હોવા છતાં તે