________________ ત્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 587 રીતે મુક્તિને પ્રાપ્ત કરવા માટે સાત લવ જેટલું આયુષ્ય ખુટતાં તે ભાગ્યશાળીઓ અનુત્તર દેવલેકમાં અવતરે છે માટે તેઓ લવ સત્તમ દેવે કહેવાયા છે. મુક્તિના અનંત સુખ પછી બીજા નંબરના સુખી આ દે છે, તેમ બધાય તેમાં બ્રહ્મચર્યધર્મની સ્થિતિ શ્રેષ્ઠ માનવામાં આવી છે. જ્ઞાનદાનધર્મોપકરણદાન અને અભયદાન આ ત્રણે દાનમાં અભયદાન સર્વશ્રેષ્ઠ દાન કહેવાય છે, તેવી રીતે દ્રવ્યદયા અને ભાવદયાની ચરમસીમા બ્રહ્મચર્યવ્રતમાં સુરક્ષિત છે. બધાય રંગમાં લાલ રંગની જેમ, સંઘયણમાં વ્રજ રાષભનારા સંઘયણની જેમ, સંસ્થામાં સમચતુરસ્ત્ર સંસ્થાનની જેમ, ધ્યાનમાં શુકલધ્યાનની જેમ, વેશ્યાઓમાં શુકૂલલેશ્યા, જ્ઞાનમાં કેવળજ્ઞાન, મુનિઓમાં તીર્થકર, ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્ર, પર્વતેમાં મેરૂ પર્વત, વનમાં નન્દન વન, વૃક્ષેમાં જમ્બુ વૃક્ષની જેમ બ્રહાવ્રત શ્રેષ્ઠ મનાય છે. ઉપર્યુક્ત ઉપમાઓને ધારણ કરતાં બ્રહ્મચર્યધર્મની આરાધના કરનાર ભાગ્યશાળીએ પ્રત્રજ્યા અર્થાત્ સમિતિ ગુતિ ધર્મ (દીક્ષા ધર્મ)ને પણ આરાધિત કર્યો છે. સાથેસાથ સત્ય-શીલ–તપ–વિનય–સંયમ–ક્ષાતિ-ગુપ્તિત્રય-મુક્તિ (નિર્લોભતા ) વર્તમાન અને ભાવી કાળ માટેને યશ તથા કીતિ પણ ઉપાર્જિત કરી છે. તથા “આ મુનિરાજ સંયમી છે.” તેવી ખ્યાતિ પણ પ્રાપ્ત કરી છે. માટે સાધકમાત્ર નિર્મળભાવે બ્રહ્મચર્યધર્મની આરાધના કરવી જોઈએ. ગમે તેવા વિદને આવે કે શરીરની ગમે તેવી સ્થિતિ થાય તે