________________ 300 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભારે કમી-પાપાનુબંધી પાપકમી હોવાથી સત્ય-સદાચાર અને સભ્યતાથી તેઓ હજારે માઈલ દૂર રહે છે. દીનાવસ્થા તેમના ભાગ્યમાં લખાયેલી હોવાથી જ્યારે ને ત્યારે પિતાની ગરીબાઈના રોદણા જ રેતા હોય છે. પારકાના ભેજન પર જ જીવતા હોય છે, કેમકે ચેરીની કમાઈ ખાઈ શકતા નથી અને સારા વસ્ત્રો પણ પહેરી શકતા નથી. ચેલું ધન પોલિસે, લેણદારે કે મિત્રેના હાથે સપડાઈ જાય કે ફસાઈ જાય ત્યારે તેમને ભૂખે મરવાનું જ ભાગ્યમાં રહે છે. ઘણીવાર મરી-મસાલા, ઘી-તેલ કે દૂધ-દહીં વિનાના ભેજન જ તેમના નસીબમાં લખાયેલા હોય છે. બીજા માણસની અદ્ધિ-સમૃદ્ધિ-યશ-સન્માન કે ઉજળા વસ્ત્રો જોઈને તેમને ઈર્ષ્યા નામની જીવતી ડાકણ ક્યારેય છેડતી નથી. સારાંશ કે તેઓ સદૈવ ઈર્ષ્યાળુ હોવાથી પારકાનું ધન ચારવા સિવાય બીજે ક્યાંય તેમને રસ હોતે નથી. આવી સ્થિતિમાં જ્યારે બે-ચાર દિવસ ભૂખે મરવાને સમય આવે છે ત્યારે પિતાના પાપને સંતાપ તેમને થાય છે અને તેમનું પાપી જીવનજ તેમનાં દુખેમાં વધારો કરે છે, શોકગ્રસ્ત, સંતાપી અને કલેશ પૂર્ણ બનીને પિતાનું જીવન ફરીથી પાપમાર્ગેજ નાખે છે.