________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 247 હાથે કે પિતાના હાથે પણ મતના ઘાટે ઉતરીને બે મતે મરણને શરણ થાય છે. તથા હજારે પ્રકારની આપત્તિઓ તેના માથે ચકકર મારતી જ હોય છે. એટલે કે એક આપત્તિ માંથી બરાબર છુટકે થયે ન હોય અને બીજી તેના માથા પર અવસરની રાહ જોતી ઉભી જ હોય છે. અને આ પ્રમાણે આપત્તિઓના ડુંગરાઓમાં ફસાયેલા તે ભાઈને એક દિવસે કૂતરાના મેતે મરવાને અવસર આવે છે. આ રીતે બંનેને મૂળમાં ચૌર્યકમને ચમત્કાર પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે. કેમકેચેરીની જ્યારે મર્યાદા ઉલ્લંઘાઈ જાય છે, ત્યારે કોઈને કોઈ સવાયા માણસના હાથે મરવાનું થાય છે. અને તેમ ન થયું તે બીજા પ્રકારની કનડગત, અસાધ્ય રેગ રૂ૫ માનસિક વ્યાધિઓથી તે છુટી શકે તેમ નથી. | ( 27 ) છ-છા-પારકાની કઈ પણ વસ્તુને ઉપડવાની, છુપાવવાની કે પચાવી લેવાની પ્રબળ ઈચ્છા અને તેને પરત ન કરવામાં રખાતા કાવા-દાવાના મૂળમાં અદત્તાદાનને ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. (28) તારી-ગળી જ્યાં સુધી માખીને પકડે નહિ, ત્યાં સુધી તેને ચેન પડતું નથી, તેમ પારકાના ઘરે રહેલી અમુક વસ્તુને જોયા પછી તેને કઈ રીતે ઉપાડવી, ચેરવી, તે માટે તેના માલીકને કેવી રીતે વિશ્વાસમાં લે આદિ કિયાઓ માટે અતીવ ઝંખના કરવી, તથા ચેરેલી વસ્તુને નાશ કર્યા વિના ક્યાં સંતાડવી તે માટેની પ્રપંચ લીલા ચૌર્યકર્મને આભારી છે.