________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 487 સાથે સાથે ચિત્તમાં, બુદ્ધિમાં અને આત્મામાં દઢતા પણ વધે છે, જે આદરણીય ગુણ છે. ' (19) સમૃદ્ધિ:-પગલિક પદાર્થોના બેમદ ભેગવિલાસ દ્વારા બક્ષીસમાં મળેલા દુઃખ, રોગ, સંતાપ અને આર્તધ્યાનમય બનેલા જીવનમાં આનંદની લહેર પ્રાપ્ત કરાવનારને સમૃદ્ધિ કહેવાય છે, જે ક્ષણવિનાશિની અને ચિરસ્થાયિનીરૂપે બે પ્રકારની છે. હિંસક, દુરાચારી અને તામસિક બનેલા દુર્યોધન, રાવણ, શૂર્પણખા, ધવળશેઠ, મમ્મણ શેઠની સમૃદ્ધિ પાપત્પાદક, વર્ધક અને પરંપરાના ભામાં દુઃખદાયિની બને છે. જ્યારે અહિંસક, એકપત્ની વત, સદાચારી અને સત્યવાદી રાજા રામ, પાંડવ, સીતા, દમયંતી, નળ, દ્રૌપદી, શાલિભદ્ર, ધન્નાજી, વસ્તુપાળ, તેજપાળ, અનુપમાદેવી, જગડુશાહ અને ભામાશાહની સમૃદ્ધિ ચિરસ્થાયિની હોવાથી તેમની ભવપરંપરા પણ યશસ્વિની બનવા પામી છે. જે કેવળજ્ઞાનના માર્ગે કૂચ કરાવનારી બને છે. (20) રિદ્ધિ-સામાન્યરૂપે રિદ્ધિને અર્થ લક્ષ્મી થાય છે, જે સામાન્ય અને વિશેષરૂપે બે પ્રકારની છે. પહેલી લક્ષમી પૂર્વને પૂણ્યથી મળે છે. પરંતુ તેને ઉપાર્જન કરવામાં ચેરી, બદમાશી, જૂઠ, પ્રપંચ, હિસાબી ગોટાળા વગેરે કરવાના હેય છે, છતાં પણ પુણ્યકર્મોની હાજરી હોય ત્યાં સુધી વીજળીના ચમકારાની જેમ માણસને બહારથી શણગારી આપશે, પણ આ શણગાર જ્યારે વિશ્વાસઘાતક બનશે ત્યારે તેના માલિકોને રેતાં, રીબાતાં અને છાતી કુટા કરતાં મરવાના