________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 93 લક્ષાધિપતિ કે કરોડાધિપતિ બનવાની માયામાં, જુદી જુદી રીતના અભક્ષ્ય, અનંતકાય માંસ, મદિરા આદિની માયામાં, જૂઠ-પ્રપંચ દ્વારા બીજાઓની છેતરપિંડીની માયામાં, બેહાલ– બેભાન બનેલા જીવાત્માની, માતા - પિતા-ભાઈ- પુત્ર અને પિતાની સ્ત્રીને દ્રોહ કરવામાં જેમની જીંદગી પૂર્ણ થઈ છે. માટે પાપકર્મોથી ભારે બનેલા છે દેવદુર્લભ મનુષ્યાવતારને છેલ્લો શ્વાસ પૂર્ણ કરી નરક ગતિમાં અવતાર ગ્રહણ કરે છે. તે ભૂમિમાં વજી જેવા ખીલાઓ ચારે તરફ ગાઢેલા હોય છે. અત્યન્ત વિસ્તારવાળી અને બારી બારણા વિનાની છે. રતિમાત્ર પણ જેમાં કેમળતા નથી. માટે કઠોરમાં કઠોર અને ઉંચા, નીચા, ખાડા, ટેકરાવાળી છે અસહ્ય ઉષ્ણતા હેવાથી તે નાર કે નિરંતર ગરમીના તાપથી બેહાલ બનેલા હોય છે. કાચા માંસ જેવી દુર્ગધ મારતી તે ભૂમિ નારકેને માટે અત્યન્ત દુર્ગખ્યમય છે. ઘણી જ બેડલ, બીભત્સ અને અતિશય ભયને ઉત્પન્ન કરાવનારી તે ભૂમિએ સદૈવ અદર્શનીય, અસ્પર્શનીય હેવાથી નારકે બિચારા ચારે તરફથી ત્રસ્ત જ હોય છે. હિમ જેવી શીતળ તે ભૂમિએ નારકેને માટે અસહ્ય છે. કાળા રંગની અને ઉંડી તે ભૂમિમાં જન્મતાં જ તેમના રોમાંચ ઉભા થઈ જાય છે. તેમાં પ્રતિકાર વિનાની વ્યાધિઓથી તેમને માથાને દુખાવે આદિ પીડાઓ ઉત્પન્ન કરે છે. ગ્રહ, નક્ષત્ર, તારા આદિને પ્રકાશ મુદ્દલ નહેવાથી અંધકારપૂર્ણ તેમાં આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી રહેવાનું હોય છે. જ્યાં નજર પડે ત્યાં મેદ, ચરબી, માંસના ટૂકડા, પરૂં તથા લેહીના ખાબોચીયાથી પૂર્ણ