________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 471 પાંચે સંવરમાં પહેલી અહિંસા કહેવામાં આવી છે, જે દેવ અને મનુષ્યને માટે દીપ સમાન છે. દ્વીપ અને દીપ શબ્દોને પ્રાકૃતમાં “દીવ” શબ્દ બને છે. સમુદ્રની વચ્ચે પાણીની સપાટીથી જે જમીન ઉંચી હોય તે દીપ કહેવાય છે. ભરદરિયે નાના-મોટા વહાણે તૂટી જવાથી તેના મુસાફરોને એક બાજુ જળસમાધિને ભય, બીજી તરફ મોટા મગર મછો અને માછલાઓને ભય, ત્રીજી તરફ સમુદ્રના મેટા તરંગોથી શરીરના ગાત્ર ભાંગવાને ભય હોવાથી અત્યન્ત એટલે ચારે તરફથી દીન-દુઃખી અને હતાશ બનેલા માનવેને જેમ દ્વિીપ આશ્રય આપે છે, તેવી રીતે સંસારસાગરમાં અધવચ્ચે ફસાયેલા, હજારો પ્રકારના આધિ-વ્યાધિ-શેક–સંતાપ અને વિયેગ આદિ ધાપદેથી પગે પગે પીડીત થયેલા, ઘડીકમાં સ્વજનેને સંયેગ, ઘડીમાં વિયે.ગરૂપ શ્રદ્ધના તરંગોથી બેહાલ બનેલા માનવેને માટે અહિંસા ભગવતીની આરાધના જ કામિયાબ નીવડે છે, માટે તેને દ્વીપની ઉપમા આપવામાં આવી છે. તથા ભયંકર અન્ધકારને લઈ જેમની આંખ કામ કરતી નથી તેમને યદિ દીપને પ્રકાશ મળી આવે તે તે પદાર્થને જોઈ શકે છે. તેવી રીતે હેપાદેયમાં વિવેકહીન બનેલા માનને માટે અહિંસા દીપની ગરજ સારે છે. કેમકે જીવનમાં જેમ જેમ તેની આરાધના થતી જાય છે તેમ તેમ જ્ઞાનાવરણયાદિ કર્મોને મહાત્વકાર પણ વિલીન થતું જાય છે. પરિણામે અતિવિશુદ્ધ મતિજ્ઞાન એટલે સદ્દબુદ્ધિના વૈભવથી આત્મા પ્રકાશમાન થતાં અજ્ઞાનરૂપી અન્ધકાર ટકી શકતે નથી.