________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 571 વિપશામક હોવાથી કલ્યાણદાયી છે, કેમ કે બ્રહ્મચારી જીવન પ્રત્યે કેઈનેય શંકા રહેતી નથી. છિલકા વિનાના શુદ્ધ ચાખાની જેમ બ્રહ્મચર્ય પણ ઉજજવળ છે. કેમ કે તેને પાલનમાં કોઈ પણ જાતના પ્રયાસ, પરિશ્રમ, છેતરપિંડી કે વિશ્વાસઘાત કરવાના હોતા નથી. જેમ જેમ આને આરાધના થતી જશે તેમ તેમ સ્નેહીઓ પ્રત્યેને રાગ કમ થશે, માટે જ ચિત્તની સ્વસ્થતાને પ્રાપ્ત કરાવનાર બ્રહ્મની સાધના છે. રાગી માણસને જ “ક્યાં જઈએ? ક્યાં ઉભા રહીએ? શું કરીએ ? શું ન કરીએ?” ઈત્યાદિ ચિંતાએની પરંપરા એક પછી એક સતાવતી હોય છે. જ્યારે બ્રહ્મચારીને આત્માને અણુઅણુ રાગ વિનાને લેવાથી સદૈવ સુખમગ્ન હોવાથી ચિંતામુક્ત છે. બીજા વ્રતમાં અપવાદ સંભવી શકે છે પણ બ્રહ્મચર્યની આરાધનામાં કઈ પણ જાતને અપવાદ નથી. તપ અને સંયમ માટે મૌલિક કારણ આ વ્રત છે પાંચ મહાવ્રતની નિરતિચાર આરાધના બ્રહ્મચર્ય વિના શક્ય નથી. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને નવ પ્રકારે નવ બ્રહ્મચર્યની વાડ દ્વારા આ વ્રત યુક્ત છે, રક્ષિત છે. સારાંશ કે કાંટાની વાડ વિના ખેતરની રક્ષા જેમ અશક્ય છે તેવી રીતે બ્રહ્મની આરાધના માટે નવ વાડો નક્કી થઈ છે. અથવા " બ્રહ્માદિ સરન જાળમતિ દ્વાર” પૌગલિક ભાવમાંથી જીવનધનને બચાવી લીધા પછી જ શરીરધારી પિતાના આત્માને ખ્યાલ આવતાં મન-વચન અને કાયાથી પણ બ્રહ્મચર્ય ધર્મની રક્ષા માટે પાંચ સમિતિઓથી સમિત,