________________ 118 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે. કેમકે સર્વથા અશરણ, અનાથ અને મૂક, આ ત્રણે પ્રકારના તિર્યચેના શરીરનું માંસ, લેહી, ચરબી, મજજા, ભેજું, કલેજું, યકૃત આદિ દુર્ગધ, બીભત્સ, અપવિત્ર માટે સર્વથા અખાદ્ય હોવા છતાં પણ શિક્ષિત, પંડિત, મહાપંડિત, માંસાહારી માનવેના ધર્મગુરૂઓ, તેમની સ્ત્રીઓ, વેદ-વેદાંતના જ્ઞાતા, ઉપનિષદના ઉપનિષદુ(રહસ્ય)ને હૃદયંગમ કરેલા તત્વ, કાલી, મહાકાલી, ચંડિકા આદિ દેવીએના પરમપાસક, તથા રૂદ્રાક્ષમાળા દ્વારા ઇષ્ટદેવના જાપ કરનારા બુદ્ધિશાળીએ જ માંસાહારી છે. જેઓએ ગાયના માંસથી લઈ બીજાઓના માંસને પણ છેડ્યા હશે કે કેમ? તે ભગવાન જાણે. તથા ઔષધ (દવા) નિર્માતાઓના કારખાનામાં, લેબેરેટરીમાં, તે તે જાનવરના લેહી, મજજા, કલેજું અને ભેજું વગેરે અમુક અમુક દવાઓની ટેબલેટ (ગળીએ)માં ઉપયુક્ત થાય છે. જેને ઉપગ રેગિષ્ટો, ધાર્મિક, પૂજાપાઠ કરનારાઓ અને સાધુસંતે પણ પ્રસન્નતાપૂર્વક કરે છે. ઔષધ નિર્માતાઓને પૂછવાથી જ ખબર પડશે કે કઈ વિટામિન્સની ગેળીઓમાં ક્યા જાનવરનું કલેજું, ભેજુ, માંસ, ચરબી કામે આવે છે, તથા ક્યા ઈજેકશનમાં કઈ વસ્તુને વપરાશ થાય છે. તે બધી વાત સાંભળ્યા પછી દયાળુતા હશે તે રૂંવાડા ઉભા થયા વિના રહેશે નહીં, અન્યથા દયાદેવીનું દેવાળું સમજી લેવાનું રહેશે. પશુ-પક્ષીઓને નિર્દયતાપૂર્વક મારવાના પ્રકાર : પાડા (ભેસા), શૂકર (ગ્રામ્ય કે વન્ય ભંડ) આદિ