________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 397 પરિગ્રહના પર્યાયે ક્યા અને કેટલા? - પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (જૂઠ), અદત્તાદાન (ચેરી), અબ્રહ્મ (મૈથુન), આશ્રોના જેમ 30-30 પર્યાયે બતાવવામાં આવ્યા છે, તેવી રીતે પરિગ્રહ આશ્રવને પણ 30 પર્યા વિદ્યમાન છે. યદ્યપિ બધાય પર્યાયે ભાવતાપર્ય એક જ છે. તે પણ સંઘમાં રહેલા સાધકનું મતિજ્ઞાન સ્થળ, સૂફમ, આદિનું તારતમ્ય ધરાવતું હોવાથી કેઈને એક શબ્દથી જ તત્વજ્ઞાન થઈ જાય છે જ્યારે બીજાને જુદા જુદા પ્રકારે સમજાવવું પડે છે, અને ગુરુઓની પણ ફરજ છે કે દીક્ષિત શિષ્યને શિક્ષિત કરવા માટે તે જે રીતે સમજે તે પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરે, પરિશ્રમ કરે. માટે આ પ્રસ્તુત પ્રકરણના પણ 30 સંખ્યાના પર્યાને નીચે પ્રમાણે કમશઃ વર્ણવવામાં આવ્યા છે. ' (1) પરિગ્રહ –ચારે બાજુથી આત્માને ઘેરાવામાં લઈને મુંઝવી નાખે, ફસાવી મારે અને કર્મોની વગણાઓથી ખૂબ જ વજનદાર બનાવીને દુર્ગતિમાં પટકાવી મારે તેને પરિગ્રહ કહેવામાં આવે છે. તે દ્રવ્ય અને ભાવ, અથવા બાદ અને આભ્યન્તર રૂપે બે પ્રકાર છે. ચૈતન્ય સ્વરૂપી આત્માથી સર્વથા પૃથક્ એટલે કે જેના વિના આત્માને તલ માત્ર પણ હાનિમાં ઉતારવાનું રહેતું નથી. - જે પર શબ્દથી ઓળખાય છે અને જે પર છે, તે બધાય પિગલિક જ હોય છે. માન્યું કે જ્યાં સુધી આત્મા છદ્મસ્થ છે, ત્યાં સુધી પુદ્ગલેને સહવાસ છુટી શકવાને નથી. તે