________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 215 કિંકર અને સ્વજનેને નવરા બેસવા દેશે નહિ, જે મજુરી કરનારા છે તેમને મજુરી જ કરાવે પણ બગાસા ખાવા દઈને તેમને આળસુનો પીર બનાવશે નહિ. વનવગડામાં, ઘાસવાળા ખેતરોમાં આગ લગાડી દેજો જેથી ખેતર ખેડવા લાયક બનશે. તે બાજુના ઢગલાને બાળી નાખો, આ ઝાડે કાપી લે, આકડા બેરડીને મૂળમાંથી કાઢી લે, આ ખેતરમાંથી શેરડીને કપાવી લે, મગફળી તથા તલને ઘાણીમાં નાખીને તેલ કઢાવી લેજે, ગૃહનિર્માણ માટે ઈંટો બનાવવાને ઓર્ડર અત્યારથી આપી દેજો, ખેતર ખેડાવી લે, કેમકે વરસાદની તૈયારી છે. આ તરફ માગ સારો બનાવજે, તેને સાફ કરાવજે અને વનમાં કે ખેતરમાં જાઓ ત્યારે ફળ, ફૂલ, પાંદડા, ભાજી, સકરિયા, ગાજર, ધાનાના પાન વગેરે લાવતા રહો, તથા તમારા કુટુંબીઓને માટે થોડી થોડી બચત કરતાં રહો, જેથી સાત પેઢીને કેઈ પણ મેમ્બર ભૂખે મરવા ન પામે. ખેડુત ભાઈઓની વચ્ચે જઈને કહે છે કે-ચોખાની ખેતી બરાબર થઈ ગઈ છે, જવ ખેતરમાં પાકી ગયા છે માટે કાપણી કરાવી લે, તેમાંથી ઘાસને જૂદે કેમ કરતાં નથી, ખળામાં ઢગલા કરે, દાણા છુટા પડી જાય તે ઉપણી લેજો, કેમકે પવન તમને અનુકૂળ છે, પછી કેડારમાં ભરી દેવામાં પ્રમાદ કરશે નહિ વહાણમાં બેઠેલા માણસને તથા પક્ષીઓને મારી નાખે, તેફાનગ્રસ્ત સ્થાનમાં સૈન્યને જવા દો, જેથી તેઓ યુદ્ધ