________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 399 ઈન્કાર કરે છે. જે આત્માને ભયંકર રોગ–બધાય પાપનું મૂળ અને અન્ધકાર સમાન હોવાથી આત્માને પિતાનું મૂળ સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી. માટે હિંસા-જૂઠ-ચેરીમૈથુન-પરિગ્રહ જે પાપ જ છે તેને પણ ધર્મ માને છે. અસભ્યઅસત્ય અને દુરાચારી જીવનને પણ સભ્ય-સત્ય અને સદાચારી માને છે. ભેગવિલાસમાં પૂર્ણ મસ્ત હોવા છતાં પણ પિતાને ત્યાગી–તપસ્વી માને છે. આ બધાય મિથ્યાત્વના ફળે છે, જેને છોડવા માટે ભાવના નથી, શ્રદ્ધા નથી, પુરૂષાર્થ નથી. માટે તેવાઓનું આખુય જીવન આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમય રહે છે. “આત્માની સાથે અનાદિકાળને સહવાસી હોવાથી પરિગ્રહ છે. ' ત્રણ વેદ –આઠે કર્મોમાં અત્યંત સશક્ત મેહકર્માન્તર્ગત વેદકર્મ છે, જેના કારણે મૈથુનકર્મની લાલસાને પ્રાદુર્ભાવ થાય છે. જૈન શાસન સંસારના સંચાલનમાં તથા માનવની સારી-નરસી બુદ્ધિમાં કર્મ સત્તાનું જ પ્રાધાન્ય માને છે. બેશક! પુરૂષવેદને પુરૂષલિંગનું, સ્ત્રીવેદને સ્ત્રીલિંગનું અને નપુંસકવેદને નપુંસકલિંગનું સાહચર્ય હોવું જરૂરી છે જે કર્મજન્ય છે. પરંતુ ઈશ્વરનું સૃજન નથી. અનાદિ કાળથી બેમર્યાદ બનેલું આ વેદકર્મ જિનેશ્વરદેવની આજ્ઞાપૂર્વક વ્રતધારી બન્યા પછી જ કંઈક મર્યાદામાં આવે. ત્યાર પછી મૈથુન સમયના ફિલષ્ટ, નિર્વસ તથા અશુભ લેગ્યામાં ફેરફાર થતાં તેવા કર્મોમાં રહેલી અત્યાસક્તિ ઘણું જ ઓછી થતાં મિથુનકર્તાને કષાયની સદ્ભાવના લગભગ નથી રહેતી. અન્યથા જેમના જીવન