________________ 150 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (10) કન્કના આ શબ્દને અર્થ ટીકાકારે પાપ તથા માયા ચરણ કર્યો છે. જે ભાષા બોલવાથી આત્મામાં, મનમાં, મલિનતા આવે તેને કકના કહે છે. આપણા શરીરના તંત્રમાં આપણું હૃદય ન્યાયાધીશરૂપે હોવાથી ગમે તે કાર્યના પ્રારંભમાં જ આપણું હૃદય આપણને સૂચિત કરે જ છે કે, આ કામ કરવા જેવું છે, અથવા નથી કરવા જેવું. આ વાત બોલવાથી કવાયની ઉદીરણા સિવાય બીજું ફળ મળવાનું નથી. તેમ છતાં પાપ અને માયાચરણને પૂજારી ન્યાયાધીશના જજમેંટની પરવા કર્યા વિના પિતાની જીવન નાવડી આડે અવળે માર્ગે હંકારી રહ્યો છે. આ કારણે જ પાપમય અને માયાચરણપૂર્વકની ભાષા હિંસક ભાષા છે. (11) વંચના:-બીજાને ઠગવાના ઈરાદે તેને અવળે માગે ચડાવવાને માટે બેલાતી ભાષાને વંચના કહે છે, જે સર્વથા અસત્ય હોવાથી ત્યાગવા લાયક છે. (12) મિથ્યાપશ્ચાત્ કૃત –જેસલમેરના રેગિસ્તાનમાં, ગ્રીષ્મ ઋતુના દિવસોમાં દૂર દૂર હરિણાને પાણીની ભ્રમણા થાય છે અને તદનુસાર ભટકે છે, પણ થાક્યા પાક્યા પછી પણ તેમને પાણી મળતું નથી. તે પ્રકારે અસત્યથી પરિપૂર્ણ જીવન જીવતાં માણસ, સામેવાળાને પિતાની જાળમાં ફસાવવા માટે મીઠા વચને, આગ્રહ અને સોગનપૂર્વકના વચને બેલીને તેમને પિતાની તરફ આકૃષ્ટ કરી લે છે અને એકવાર તેમને શિશામાં ઉતારી પણ લે છે, પરંતુ તેમને જ્યારે સચ્ચાઈની ખબર પડે છે, ત્યારે બીજીવાર હજાર સેગન