________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 365 તેમને પણ ભેગવિલાસે તૃપ્ત કરી શકતા નથી, તે ટૂંકા આયુષ્યવાળા રાજાઓ અતૃપ્ત રહેવા પામે તે માની શકાય તેમ છે. માટે પુણ્ય વૈભવથી મેળવેલા દેવદુર્લભ માનવાવતારને ભેગવિલાસના કીચડમાં પૂર્ણ કરે છે અને તૃપ્ત થયા વિના જ મૃત્યુ પામે છે.. જેઓ રાજસત્તા વિનાના ધનિક તથા રાજકર્મચારીઓ છે, તે પણ પિતાની અદ્ધિ-સમૃદ્ધિના અનુસારે ભેગવિલાસને મેળવવા માટે, મેળવેલાને વધારવા માટે, વધી ગયેલાને ટકાવવા માટે જૂદા જૂદા તરીકા, દાવપેચ, માયા મૃષાવાદ આદિને અપનાવીને પોતાનું જીવન અતૃપ્ત વાસનામાં જ પૂર્ણ કરે છે. કેમકે-કામવાસનાની આગ જ એટલી બધી જબરદસ્ત હોય છે, કે લાગ્યા પછી બુઝાવવી અશક્ય હોય છે. કારણ આપતા કહ્યું કે, જેમ જેમ તેના સાધને મળતા જાય છે અને પેટમાં કેશરીયા દૂધ, મલાઈ, મા, માખણ, ઘીમાં તરબોળ રોટલી, મનગમતા શાક, રાયતા, ફળ વગેરે જેમ જેમ પડતાં જાય છે, તેમ તેમ કામની આગ વધતી જાય છે, જેમાં પૂર્વભવના પુણ્ય કર્મો, સત્કર્મો બળીને ખાખ થાય છે. ફળ સ્વરૂપે ભેગવેલી રાત્રિઓને કરેલા આંખ મીંચામણુઓને ઠઠા મશ્કરીમાં કરેલી ચેષ્ટાઓને સ્મૃતિમાં લાવતાં લાવતાં જ મૃત્યુને શરણ બને છે. અકર્મ ભૂમિના ભંગ વિલાસે. કર્મભૂમિ અને અકર્મભૂમિ રૂપે ભૂમિ બે પ્રકારની હોય છે. પહેલી ભૂમિમાં તીર્થંકર પરમાત્માએ, કેવલીઓ,