________________ 82 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર स्निग्धः पीयूष तुल्यस्तदुग्कुहरे श्रील्लिशोऽकिल्विषोऽस्ति माहात्म्य तस्य को वा प्रकथयितुमलं भक्षणात् यस्य मुक्तिः / / ભાવાર્થ –સંસારને ધારણ કરનારા વાયુ પર કાચબે, તેના પર શેષનાગ, તેમના પર પૃથ્વી, તેના પર કૈલાસ પર્વત, તેના પર શંકર ભગવાન, તેના મસ્તકે ગંગાનદી, તેના ઉંડાણમાં અમૃત જેવા પાપને હરનારા “શ્રીલ્લિશ” નામના માછલાં છે, તેનું માહામ્ય કહેવા માટે કઈ પણ સમર્થ નથી. કેમ કે “તેમનું ભક્ષણ જ મુક્તિનું કારણ છે.” આવી તે અનેક સૂક્તિઓ જ કહી આપે છે કે પરંપરાના માનેલા ધર્મે કેટલા ભયાનક છે. (4) ધનને માટે પણ જીવહત્યા થાય છે:મોટા અને ભયાનક કસાઈખાનાઓમાં રાક્ષસ કરતાંય ભૂડા મશીન દ્વારા કપાયેલા લાખે અને કરડે નાના મોટા જાનવરના ચામડા, માંસ, લેહી, ચરબી, નખ, હાડકાઓને પરદેશમાં નિકાસ થાય છે અને કરોડો રૂપીઆનું હુંડિયામણ કમાવાય છે. ભારત દેશની મોટી મોટી હોટલ અને રેસ્ટોરામાં ગમે તે જાનવરનું, પંખીનું જ્યારે જોઈએ ત્યારે તાજું માંસ વેચાય છે. ગાય, બળદ, ભૂંડ કે કુકડા આદિનું માંસ એરકન્ડીશન સ્થાનમાં પેકબંધ થઈ તેને કય-વિક્રય કરનારી પણ ઘણું દુકાને છે, સ્ટોરે છે. છેવટે પરદેશ પણ જાય છે. જીવતાં લાખ વાનરે કે બીજા જાનવરની પણ નિકાસ થાય છે, છેવટે દેડકાના પગની પણ નિકાસ થાય છે. આ ઉપરાંત પબ્લિકને ખબર પણ ન પડે તે રીતે જુદી જુદી જાતના માંસ