________________ 104 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પીડા દેવા માટે પિતાને મળેલી વૈકિય લબ્ધિ દ્વારા જુદા જુદા પ્રકારના અનેક શરીર બનાવી શકે છે. પાપની પ્રચુરતા હેવાના કારણે તથા નારક છે પણ પાપી હોવાથી તે અસુરોના રૂપ અત્યંત ભયાનક, બીહામણા, કાળા રંગના, દાંત બહાર નીકળેલા, માથે શિંગડા, જીભ લબકારા મારતી, હાથમાં તલવાર, બરછી, ભાલા, છરા, ડંડા આદિ શસ્ત્રોને ધારણ કરનારા હોય છે, જેને જોઈને જ નારક જીના મતીયા મરી જાય છે, અને આગળ કે પાછળ કદમ મૂકવાની શક્તિ પણ તેમનામાં રહેતી નથી. તેમનાથી નારકોને અપાતી પીડાઓ : તે યમકાયિક પરમાધામીઓના બીહામણું રૂપને જોઈને ભયના માર્યા ત્રાસ પામેલા તે નારક છેઆ પ્રકારે કહે છે : હે ભાઈ ! હે સ્વામિન્ ! હે બાપલીયા ! હે તાત! હે વિજેતા! મહેરબાની કરીને તમે મને મૂકી દે. હું મરી રહ્યો છું, હું સર્વથા નિર્બલ છું, વ્યાધિઓથી પીડિત છું, તેથી તમે મારા પ્રત્યે કઠોર અને નિર્દય શા માટે બની રહ્યા છે? કૃપા કરીને મારા ઉપર શસ્ત્રોને પ્રહાર કરે નહિ. કમથી કમ એક ક્ષણને માટે મને શ્વાસ લેવા દે, મારા પર દયા કરે, ક્રોધ ન કરો, મને થડા સમયને માટે વિશ્રામ કરવાને અવસર આપે, મારા ગળામાં નાખેલ દેરડાને ઢીલે કરે, કાઢી નાખે, મને તરસ જોરદાર સતાવી રહી છે, દયા કરીને પીવા માટે પાછું આપે.” આ પ્રકારે દયાની યાચના કરતાં નારકના શબ્દો સાંભળીને પરમાધામીઓ શેષના માર્યા કહે છે કે -