________________ 124 6 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને તાડન થાય છે. જે જીવમાત્રને માટે ઇચ્છનીય નથી. સારાંશ કે કઈ પણ જીવ હરહાલતમાં પણ મરવા માંગતો નથી છતાં પણ પાપકર્મોમાં રત, સંયમ અને વિરતિ વિનાના જીવે સાર્થક કે નિરર્થક પૃથ્વીકાયિકાદિની હત્યા કરતાં જ રહે છે. ફળસ્વરૂપે તેમને એકેન્દ્રિયત્વ પ્રાપ્ત કરી તેવા જ પ્રકારની પીડા ભેગવવાની રહેશે. વનસ્પતિને કુહાડાથી કાપવામાં આવે છે, તેની ડાળે કપાય છે, વાંસલાથી છેદાય છે, કરવતથી કપાય છે અને પાટીયા બને છે, સુતાર તેમાં ખીલા ઠોકી પાટ, પાટલા, ખુરશી, ટેબલ વગેરે બનાવે છે. શાકરૂપે જન્મેલી વનસ્પતિને તેડે છે, થાળી કે ચપુની ધારવડે તેમની છાલ ઉતારે છે, નમકના પાણીથી ધાવામાં આવે છે. ત્યાર પછી ભીંડી, કારેલા, કાકડી આદિના પેટમાં ચપુ મારે છે અને ચીરે કરે છે, તેમાં નમક, મરચું વગેરે ભરી ચુલા પર મૂકે છે, પાણીમાં રાંધે છે. રૂને તેડી કપાસીઆ જૂદા કરે છે, રૂને તાર કરે છે યાવત્ વા બનાવે છે. ઔષધીને પાણીમાં ઉકાળે છે, પત્થરથી પસે છે, તેને કાઢે બનાવે છે. શરીર પર પાણી રેડવામાં આવે છે અને મનુષ્ય તે પાણીને શરીર પર ઘસે છે, સાબુ લગાડે છે, તેના પર બીજું પાણી રેડે છે, સાબુના ક્ષારમાં તે જ મરી જાય છે. કેરી, મેસંબી, નારંગીને સંચામાં નાખી તેને રગેરગમાંથી રસ કાઢે છે, તેમને મસળે છે. ઉપર પ્રમાણે ઇન્દ્રિયેના અને કષાયેના ગુલામ જુદા જુદા પ્રકારે જીના ઘાતક બને છે. આ