________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 549 સત્યવચનની રક્ષા માટે પાંચ ભાવનાઓ - ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, આત્માને દુર્ગતિથી બચાવવાને માટે તથા “સાચામાં સમકિત વસે...” આ ઉક્તિથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્ત થયેલાને ટકાવવાને માટે, ટકાવેલાને પરિશુદ્ધ બનાવવા માટે, સ્વીકારેલ વ્રતને સુરક્ષિત રાખવાને માટે સૂત્રકારે પાંચ ભાવનાઓને નિમ્નલિખિત નિર્દિષ્ટ કર્યો છે તે આ પ્રમાણેઃ (1) અનુવિચિત્યસમિતિ –અનાદિ કાળથી અલિક એટલે જૂઠ બેલવાની આદત જીવાત્માને પડેલી છે. તેને સર્વથા બદલી નાખવાને માટે પંચ મહાવ્રતધારી ગુરૂઓ પાસેથી સૌથી પહેલા સંવરને અર્થ સમજી લેવાનું અને સમજદારીપૂર્વક પોતાના આત્મકલ્યાણનું ધ્યાન રાખી વેગમાં, ત્વરામાં આવીને કે ચંચળ બનીને કડવા, કઠોર, કર્કશ, અવિચારિત, પરપીડાકારી, સાવદ્ય વચનને બેલવા ન જોઈએ. સારાંશ કે સ્વ(આત્મા)ની પણ દ્રવ્યહિંસા થાય અને ભાવહિંસા થાય, તેમજ સંસારમાં રહેલા બીજા જીવેની પણ દ્રવ્યહિંસા તથા ભાવહિંસા થાય તેવી ભાષા, વ્યવહાર, ચેષ્ટા, સંકેત પણ પ્રયત્નપૂર્વક છેડી દેવા જોઈએ. જેથી લીધેલ વ્રત ખંડિત, વ્યતિચરિત, અતિચરિત થવા પામશે નહિ. તેમ છતાં બોલવું પડે તે સત્ય બલવાને જ આગ્રહ રાખ. સત્ય ભાષા પણ ટૂંકામાં પતાવવી તથા સાંભળનારને હિતકારી હૈય, પ્રીતિ ઉત્પન્ન કરાવનારી હોય, દેવ રહિત હોય, સ્પષ્ટ હોય, બોલતા પહેલા સમ્યગુબુદ્ધિથી વિચાર્યું હોય, તેવી ભાષા બેલવી જોઈએ જેથી ભાષાસમિતિ સચવાશે.