________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 299 શરીર સંઘયણ પણ બેડેલ હોવાથી કેઈને પ્રિય બનતા નથી. તેમને ચહેરે કૂર, આંખે લાલ અને મગજ સદૈવ ઉશ્કેરાયેલું જ હોય છે. તેમના રૂપરંગ ભયાનક હેવાથી જેવાવાળાને પણ ભત્પાદક હોય છે. - તેમના ક્રોધ-માન-માયા અને લેભ અનંતાનુબંધી હોવાથી તેઓ સદૈવ ક્રોધી જ હોય છે. માટે ગમે ત્યારે પણ હાથમાં ધારિયું–બંદુક કે પત્થર લેતા પણ વાર લાગતી નથી. અભિમાની હોવાથી સૌને માટે અણનમ જ રહે છે. માયાવી હોવાથી તેમની ઘરવાળી પણ વિશ્વાસ કરતી નથી અને રાક્ષસ કરતાં પણ નિર્દયી–લેભાધ અવસ્થા ગમે ત્યારે માતા-પિતા કે પત્નીને પણ બંદુકથી ઉડાવી શકે છે. કામદેવની માત્રા તેમને જોરદાર સતાવતી હોવાથી ગમે ત્યારે અને ગમે તેને ત્યાં પણ દુરાચાર, વ્યભિચાર છેવટે પુરૂષને ધમકાવીને પણ સૃષ્ટિ વિરૂદ્ધ કર્મ કરવાનું ચૂકતા નથી. - ધર્મ-ધાર્મિકતા કે ઋતજ્ઞાન આદિના પવિત્ર શબ્દો પણ તેમના કાનમાં પડી શકતા નથી. - ગમે તેટલી ચેરી કરે અને લાખની મિલ્કત ચેરી લાવે તે પણ તેમની દરિદ્રતા ક્યારેય મટતી નથી. ચેલું ધન જમીનમાં જ દાટેલું રહે છે અને તેમને પારકાના ઘરે નેકરી કર્યા વિના છુટકે નથી.