________________ 472 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માનવના જીવનમાં ઘણીવાર ન કપેલી આપત્તિઓના પહાડે ચારેબાજુથી તેવી રીતે આવે છે જેનાથી સંસારને એ કેય માનવ કે અઢળક સંપત્તિ પણ તેમને રક્ષણ આપી શકતી નથી. તે સમયે મનસા-વચસા અને કાયાથી અહિંસાધર્મની સાધના જ તેનું રક્ષણ કરવા સમર્થ બને છે. માટે જ તેનું શરણ સ્વીકારનાર માણસને દેવ-દાનવ, અસુર, ભૂત, પ્રેત, વન્તરાદિને તથા હિંસક પ્રાણીઓને પણ ભય રહે નથી. સંસારના ફલેશેથી કંટાળી ગયેલા માણસને આજે, કાલે, કે પરમ દહાડે પણ અહિંસા ધર્મને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી. અહિંસાના અભાવમાં ભાડુતી રૂપે પ્રાપ્ત કરેલા ગુણ પણ કદાચ તેના સાધકને હાથ તાળી આપી ઉંધે માર્ગે ચડાવી શકે છે. કેમ કે હિંસક માનવના ગુણ વિજળીના ચમકારા જેવા અશાશ્વત હોય છે, જયારે અહિંસક માણસ સ્વયં સદ્દગુણોને ભંડાર જ છે. - હવે સૂત્રકાર પિતાની પદ્ધતિ પ્રમાણે અહિંસાના પર્યા ને બતાવે છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે અહિંસાતત્વના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા, તથા જ્ઞાનેચ્છની જ્ઞાનેચ્છાને પૂર્ણ કરવા માટે જ પર્યાનું જ્ઞાન પર્યાપ્ત છે. અહિ ૬૦ની સંખ્યામાં પર્યાય બતાવ્યા છે, જે પ્રકારાન્તરે અહિંસા શબ્દને જ પુષ્ટ કરનારા છે. અથવા શાબ્દિક કે આત્મિક જ્ઞાન મેળવવાને માટે પર્યાનું જ્ઞાન આવશ્યક છે, તેને ક્રમશઃ જાણવાને પ્રયાસ કરીએ,