________________ 390 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ ધન, ખાવા માટે ચેખા (કેશરીયા ભાત, ખીર કે દૂધપાક માટે), મેગ (ગરમાગરમ વડા ખાવા માટે), અડદ (કળા ખાવા માટે), ચેળા (દહીંવડાના ટેસ્ટ માટે), વાલ (રસ પુરીને ટેસ્ટ માણવા માટે), મેંદો (પાણી પુરી, ખાજા, ઘેવર આદિની મજા લુટવા માટે) આદિ ધાન્ય, દૂધ (મલાઈ, બાસુદી અને “ચા” દેવીની આરાધના માટે) આદિ જુદા જુદા પ્રકારના ભેજનીયા જમવા માટે, રંગ બે રંગી વસ્ત્રો, ધાબળા, ઈટાલીયન રગ ઓઢવા માટે, અજબગજના સુગધી દ્રવ્ય ગુલાબ-મેગરા-કુંદ-જાઈ–કેતકી અને કેવડાને પુષ્પ તથા તેની માળાઓ, ભજન કરવા માટે થાળી, દૂધપાક કે ઓસામણના સ્વાદ માટે વાટકા-વાટકી, ઠંડા પાણીને પેટમાં પધરાવવા માટે ગ્લાસ-પ્યાલા વગેરે. મકાનમાં હવા તથા બે ઘડી બેસીને શહેરને જોવા માટે ઝરૂખા, બારીઓ અને અટારીઓની સગવડ, લેટેસ્ટ બંગલાઓ-ફલેટો ઇત્યાદિ પદાર્થોના ઉપગ માટે પરિગ્રહ વધારવાં જીવ માત્રને લાલસા, આકાંક્ષા, ઝંખના, ચાહના વગેરે રહે છે. તથા તે માટે પર્વતેમાં, નગરમાં, શહેરમાં, નિગમમાં, દેશ પરદેશમાં, ખેડેમાં, ભીલ-મેણા, વાગરા, કસાઈ અને ગણિકાઓના સ્થાને માં, મર્ડમાં, ખેડુતના ખેતરમાં, પરિભ્રમણ કરી, સ્વપર ચકથી ભય રહિત ભૂમિ તથા ચક્રવતી પદ પ્રાપ્ત થયા પહેલા માંડલિક રાજા તરીકે અને તે પદની પ્રાપ્તિ પછી એક છત્ર ભૂમિ કબજે કરવા માટે છ ખંડનાં અપરિમિત ભેગા કરવા છતાં તથા પ્રાપ્ત ન થયેલી વસ્તુને રણસંગ્રામમાં