________________ ૧૪ર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઘરે ઘરે ભીખ માંગજે, ઇત્યાદિ ગહ સ્વરૂપમાં અસત્ય ભાષા છે. આ ત્રણે પ્રકારના ભાષા પ્રયોગથી કેટલાય જ આત્માપરમાત્મા તથા ધર્મ અને સદનુષ્ઠાનને પણ ઢંગ-ધતીંગ માનવા લાગી જાય છે. અર્થાન્તર ભાષણથી કેટલાય ને અધર્મના માર્ગે જવાની સુગમતા થશે, ગહ પરજીની હત્યાનું કારણ બનશે. માટે સંસારને ટૂંકાવવો હોય, જન્મ જરા અને મૃત્યુથી છુટી જવું હોય અને પરમાત્મપદ મેળવવું હોય તે ત્રણ પ્રકારના જૂઠને ત્યાગ અનિવાર્ય છે. (17) ચિરપરિચિયં પ્રત્યેક માનવને સત્યવાદી બની, યશ-માન અને પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા અને જૂઠ બોલવાની અનિચ્છા હોવા છતાં પણ આ જીવાત્માને કયું કારણ નડે છે, જેથી તેમ કરી શકતો નથી. જાણવાનું સરળ બને છે કેજન્મ લેનાર જીવ યદ્યપિ વસ-ભૂષણ વિનાને જ જન્મે છે. તે પણ પિતાના પૂર્વભવનાં આચરેલા અદષ્ટ કર્મોના કુસંસ્કાર અને સુસંસ્કારે લઈને જન્મે છે, ત્યારે જ તે ધાર્મિક માતા-પિતાને ત્યાં પાપી છે અને પાપી માતા-પિતાએને ત્યાં ધાર્મિક સંતાનને પણ જન્મ થાય છે. કુક્ષિમાં આવનારો જીવ માતાના લેહીના માધ્યમથી પિતાના શરીરની રચના કરે છે અને પિતાના વીર્યમાં પણ કુસંસ્કાર કે સુસંસ્કાર વિદ્યમાન હવાથી જન્મ લેનારા સંતાનમાં પણ તે સંસ્કારે આવવા જોઈતા હતાં. પરંતુ તેમ પ્રાયઃ કરીને બનતું નથી, કેમકે માતા-પિતાના શુક્રરજની તાકાત કરતા પણ જન્મ લેનારના અદષ્ટ કર્મો વધારે જોરદાર હોય છે. આ