________________ ૪૫ર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આપી શકતા નથી. કેમકે જૈન શાસને હિંસાના એક જ પાપમાં 18 પાપને પ્રકારાન્તરે કહ્યાં છે. તેમ પરિગ્રહ નામના પાપમાં પણ તે પાપને ભેગા થતાં કેણ રોકી શકશે? અથવા પરિગ્રહ એ પ્રાણાતિપાત જ છે. કેમકે આમાં દ્રવ્યહિંસા અને ભાવહિંસાને ઈનકાર થઈ શકતું નથી. પરિગ્રહમાં ક્યા પાપને સમાવેશ થશે? પરિગ્રહ નામના આશ્રવને ખૂબ જ ઉંડાણથી સમજાવવા માટે ભાવદયાના માલિક સુધર્માસ્વામીજી કહે છે કે, હે જબ્બ ! અરિહંત પરમાત્માઓએ પરિગ્રહને પાપ, કાળો નાગ, કડવું તુંબડું, વિશ્વાસઘાતક આદિ વિશેષણથી વિશેષિત કર્યો છે. કેમકે આના કારણે જ માણસ માત્ર સરળના સ્થાને વક્ર, કમળના સ્થાને કઠણ, ધામિકના બદલે અધાર્મિક અને પ્રેમીના બદલે દ્રોહી બનતાં વાર કરતું નથી. સાથે સાથે આત્મિકઅનિવૃતિકરણ (પુરૂષાર્થ વિશેષ)ના કારણે મેળવેલ સમ્યકત્વને પણ મિથ્યાત્વમાં રૂપાન્તર કરતાં વાર લગાડતું નથી, માટે આત્મિક જીવનને દૂષિત કરાવનાર પરિગ્રહના કારણે તે તે દેશે આવે છે, જેમકે :- (1) ત્રણ શલ્ય -શલ્યને અર્થ કાંટે થાય છે. શરીરના કેઈ પણ ભાગમાં રહેલ કાંટો દુઃખદાયી જ હોય છે, તેમ આત્મિકતાને સમાપ્ત કરાવનાર માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય-આ ત્રણ કાંટા છે. પરિગ્રહમાં ત્રણે શલ્ય તરતમજેગે પ્રવેશ પામ્યા વિના રહેવાના નથી, જેમ કે પૈસાવાળાઓને તમે પૂછે “તમારી પાસે માયા કેટલી છે?”