________________ શ્રીપ્રશ્નવ્યાકરણ સૂત્ર ૬૪પ ( પુરૂષ અને સ્ત્રી લિંગ) ગુદા (મળ દ્વાર ) હાથ-પગ અને ઉદરને પણ સ્પર્શેન્દ્રિયમાં સમાવેશ થઈ જવાના કારણે ઉપસ્થ-ગુદા-હાથ-પગ કે ઉદરને જુદી જુદી ઇન્દ્રિયને માનવાનું રહેતું નથી. કેમ કે સંસારમાં રહેલા દ્રવ્યમાત્રના સ્પર્શનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ જાય છે. મોહ મદિરાના નશામાં જ્યાં સુધી આત્મા બેભાન છે, ત્યાં સુધી ઇન્દ્રિયની ગુલામી જીવાત્માને સતાવતી હોય છે. ફળ સ્વરૂપે પૌગલિક ઇન્દ્રિયથી મારે આત્મા સર્વથા ભિન્ન છે, તેને ખ્યાલ પણ જીવને હેતે નથી અને મિથ્યાત્વના જોરદાર હુમલાથી જ્યાં સુધી પિતાના અસ્તિત્વનું પણ ભાન જેમને ન હોય, તેઓને ઈન્દ્રિ પીગલિક હોય છે તેનું જ્ઞાન પણ તેમને હેતુ નથી. તેમ છતાં નદી પાષાણના ન્યાયે વધારે પડતી અકામ નિર્જરાના કારણે આત્મામાં ભકિતા તથા ભેદજ્ઞાન એટલે ઈન્દ્રિયે અને શરીરથી મારો આત્મા ભિન્ન છે તેવું અસ્પષ્ટ જ્ઞાન પણ થાય છે અને આત્મા પિતાના ભાનમાં આવે છે તથા ભવિતવ્યતાને સથવારે યદિ મળી જાય તે જાગૃત બનેલે આત્મા મુક્તિપદ મેળવવાને ભાગ્યશાળી બને છે. અને એક દિવસે આશ્રને ત્યાગ કરી સંવરદ્વારની આરાધનામાં આગળને આગળ વધતું જાય છે. આ પ્રમાણે તીર્થંકર પરમાત્માઓએ આ વાત કરી છે તેને હે જબૂ! મેં તને તથા પ્રકારે જ સંભળાવી છે.