________________ 636 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 33 પ્રકારની ગુરૂ સંબંધીની આશાતના ભાષ્ય ગ્રન્થથી જાણી લેવી. ઉપર્યુક્ત એકથી તેત્રીસ સુધીના જે પદે છે, તેમાં હેય તથા ઉપાદેય ક્યો? તેને વિવેક કરી હેય પદેને ત્યાગવા અને ઉપાદેય તને સ્વીકારવાને આગ્રહ રાખવે. આ ઉપરાંત જિનેપદિષ્ટ બીજા પણ પદો ઉપર શંકા-આકાંક્ષા રહિત બનીને જીવન જીવવાનો પ્રયત્ન કરે જોઈએ જેથી ભવભવાન્તરની પરિગ્રહ સંજ્ઞાથી મુક્તિ મળશે. શ્રેષ્ઠ વૃક્ષથી ઉપમિત પાંચમું સંવરદ્વાર પરિગ્રહની નિવૃતિ-વિરમણ કે ત્યાગરૂપ પાંચમા સંવરને એક વૃક્ષ સાથે સરખાવવામાં આવ્યા છે. ઝાડને મૂળ-સ્કંધકંદ-ડાળ-મેટીડાન-પુષ્પ અને ફળ આદિ હોય છે. તેમ ત્યાગ અને વૈરાગ્ય પૂર્વક બાહ્ય અને આન્તર પરિગ્રહના ત્યાગી સાધક મુનિના આન્તર જીવનમાં કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે? તે વાતને આર્ય સુધર્માસ્વામીજી આ પ્રમાણે ફરમાવી રહ્યા છે કે, આસન્ન ભવ્ય મહાપુરૂષને, ધનધાન્યાદિ બાહ્ય અને કાષાયિક ભાવરૂપ આન્તર પરિગ્રહને ત્યાગ જ સંવરરૂપી વૃક્ષને વિસ્તાર છે. ઘેઘૂર વૃક્ષ રમણીય અને શીતલ છાયાને આપનાર છે, તેવી રીતે જેમ જેમ પરિગ્રહને ત્યાગ થતું જાય છે તેમ તેમ આત્મામાં રમણીયતા અને સૌને વિશ્રામ દેવાની આધ્યાત્મિક શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. પરિગ્રહ ત્યાગીનું જીવન અહિંસક, તપસ્વી અને ત્યાગપૂર્ણ હોવાથી વિરતૃત આ આભાસ થાય છે. પછી વિસ્તૃત