________________
256
અને ખોટું રહે ત્યાં સુધી પણ એનું આકર્ષણ રહેતુ નથી. એનો આસક્તિરૂપ સંગ રહેતો નથી. દુન્યવી વિષયો મૃગજળ જેવા ખોટા લાગી જાય, તો આ સ્થિતિ આવી શકે. આ જ માપદંડ છે. છઠ્ઠી દષ્ટિમાં આવેલો જીવ વિષયોના માયાજળમાંથી રાગદ્વેષની ભૂમિપર લપસ્યા વિના નીકળી જાય છે, કેમકે તે આ બધાને માયાજળતુલ્યરૂપે ઓળખી ગયો છે. આવી જતાં સારા-નરસા વિષયોમાંથી જો રાગ-દ્વેષ કર્યા વિના નીકળી જતાં આવડે, તો માની લેવું કે મોક્ષ નજીક છે.
ભગવાન મહાવીરસ્વામીએ સાધના આરંભી ત્યારથી મનને વિષયોમાંથી વાળી દીધું, સંગમ જેવાના ઉપસર્ગ આવે કે ઇન્દ્ર જેવાઓની પૂજા આવે, મનને એ બધાથી વિમુખ બનાવી દીધું, બધા વિષયોમાં આવવાનું થાય, પણ ત્યાંથી રાગ-દ્વેષ કર્યા વિના પસાર થવાનું રાખ્યું. આ સાધના સાડાબાર વરસ કરી, તો કેવળજ્ઞાન પામી ગયા. નૂતન દીક્ષિત કે ચિરદીક્ષિત જો હિતશિક્ષા ઇચ્છતા હોય, તો આ જ હિતશિક્ષા છે, વિષયોને મૃગજળ માની એમાં લેપાવાથી બચો, રાગ-દ્વેષથી બચો, એને મનથી અડ્યા વિના પસાર થઇ જાવ, બસ આ જ ખરી સાધના છે. પણ આપણને એ અઘરું પડે છે, કેમકે દરેક વિષયમાં ચંચૂપાત જેવી ચેષ્ટા કરવી સારી ફાવે છે ! માટે જ શ્રી વીરવિજય મહારાજે કહ્યું‘પ્રભુ ! તુજ આગમ અરિસો જોવતાં, મોક્ષનગર દીઠું અતિ દૂર જો...’ મોક્ષ કેમ અતિ દૂર? બસ એ જ કારણ, કે ડગલે ને પગલે સંસારના વિષયોમાં અટકી પડીએ છીએ ! વિષયોથી લેપાઇ જઇએ છે! સારા લાગતા વિષયો ઓછા મળતાં તરત મન લેવાઇ જાય છે ! અને આ જ તો સંસારનું ખરું – મોટું દુઃખ છે. જ્યાં પાણી નથી પણ કાચ છે ત્યાં કપડા ઊંચા કરીને ચાલવાની જરૂર નથી પડતી, સડસડાટ ચાલી જવાય છે. (જોકે દુર્યોધન અહીં પણ ભૂલ્યો ! પાણીને બદલે
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
માત્ર કાચ હતા, ત્યાં પાણી સમજી કપડા ઊંચા કર્યા.) તેમ પાણીવાળા સ્થાને પણ જે સાવધ રહી સડસડાટ ચાલી જાય, તે જીત્યો. એમ જ્યાં રાગદ્વેષ થાય, તેવા વિષયો નથી, ત્યાં જેમ અનાસક્તભાવે તરત પસાર થઇ જવાય છે, તેમ આસક્તિ જગાડનારા વિષયોમાંથી પણ અનાસક્તભાવે સડસડાટ નીકળી જવાય, તો મોક્ષ નજીક. ભગવાન જ્યારે સમવસરણમાં પધારે છે, ત્યારે ચાંદી, સોના, રત્નના ગઢ, રત્નમય સિંહાસન વગેરે પાંચેય ઇંદ્રિયોને અત્યંત આકર્ષે તેવા વિષયો ત્યાં હાજર હોવા છતાં, ભગવાન ત્યાં નજર ફેરવવા જેટલું પણ અટક્યા વિના સડસડાટ ઉપર પહોંચી જાય છે. એવી ઉત્તમ ભૂમિકા અનાસક્તભાવની છે.
भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् । માયોવૃદ્ધાવેશસ્ટેન યાતી, : વદ્યા ।।oFII
भोगतत्त्वस्य तु - भोगपरमार्थस्य पुनः, न મોધિત નં-તથાવુદ્ધેસ્તવુપાયેઽપ્રવૃત્તે । આF 7, માયોવૃદ્ધાવેશઃ તથાવિપર્યાસાત, તેન યાતી : પથા-યંત્ર માયાયામુ બુદ્ધિઃ ॥ ૬॥
ગાથાર્થ : પણ ભોગતત્ત્વવાળાને સંસારસાગરલંઘન નથી. અહીં માયાજળમાં દૃઢ આવેશવાળો કોણ તે માર્ગે જઇ શકે ?
ભોગમાં તત્ત્વ જોનારાની હાલત ટીકાર્ય : ભોગમાં જ પરમાર્થ માનનાર સંસારસાગર ઓળંગી શકતો નથી, કેમકે તેવી બુદ્ધિવાળાની સંસારસાગર તરવાના ઉપાયોમાં પ્રવૃત્તિ થતી જ નથી. અહીં દૃષ્ટાંતરૂપે કહે છે – તેવા પ્રકારના વિપર્યાસથી માયાજળમાં જ દઢ આવેરાવાળો કોણ તે માર્ગે જઇ શકે, કે જ્યાં માયામાં પાણીની બુદ્ધિ હોય ?
વિવેચન : જો તમે મૃગજળ જેવા વિષયોને સાચા-તાત્ત્વિક માની લો, તો તમે એમાંથી નીકળી તો ન શકો એમાં ઊંડા ને ઊંડા ઉતરતા જવાના !