Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 334
________________ યોગાવંચકસ્વરૂપ થયું હોય છે. ક્રોધવગેરેની ખણજ અને જૂદા-જૂદા વિષયોની તૃષ્ણા, આ બંને શાંત થવા તે પ્રશમભાવ છે. આ અવસ્થામાં જીવને ક્રોધઆદિ કરવાની ખણજ – ચલ ઉપડતી નથી, અને બાહ્ય જુદા-જુદા આકર્ષક લાગતા વિષયો પામવા-ભોગવવાની કોઇ તૃષ્ણા-ઇચ્છા જનમતી નથી. આમ ઇચ્છાદિ યોગોના કાર્ય પણ જૂદા- જુદા દેખાય છે. અલબત્ત, આમ તો આ બધા સમ્યક્ત્વના કાર્યભૂત લિંગ-લક્ષણોરૂપે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. છતાં પણ યોગના અનુભવરૂપે વિશિષ્ટરૂપે સિદ્ધ થયેલા આ અનુકંપાઆદિને ઇચ્છાદિઆદિયોગના કાર્યરૂપે કહેવામાં પણ વાંધો નથી. અર્થાત્ ઇચ્છાઆદિ યોગીઓમાં આ અનુકંપાઆદિ વિશિષ્ટરૂપે અનુભવાતા દેખાય છે. હકીકતમાં તો જેઓને માત્ર સમ્યક્ત્વનો જ લાભ થયો છે ( એટલે કે અહિંસાદિ યમો હજુ પ્રાપ્ત થયા નથી) તેઓમાં પણ વ્યવહારથી ઇચ્છાદિ યોગમાં પ્રવૃત્ત થવાથી જ અનુકંપાઆદિ અનુભાવો સિદ્ધ થાય છે. અલબત્ત સમ્યક્ત્વના લાભમાત્રમાં ઇચ્છાદિ યોગમાં પ્રવૃત્તિ વિશિષ્ટને બદલે સામાન્ય કોટિની હોવી સંભવે છે, તો તે વખતે તેઓમાં અનુકંપાદિ ભાવ પણ સામાન્ય કોટિનો હોય છે. જ્યારે ઇચ્છાયોગાદિ વિશેષરૂપના બને છે. ત્યારે તેઓમાં અનુકંપાદિભાવ પણ વિશેષરૂપે પ્રગટ થાય છે. તાત્પર્ય એ છે કે માત્ર સમ્યક્ત્વની અવસ્થામાં રહેલો જીવ પણ સ્થાનાદિ યોગ કે અહિંસાઆદિ યમો પ્રત્યે ઓછા-વત્તા અંશે પણ ઇચ્છામાત્રરૂપે પ્રવૃત્ત તો થાય જ છે. અને તેના આધારે જદુઃખિત જીવો પ્રતિ અનુકંપાઆદિ ભાવોને અનુભવે છે. अवञ्चकस्वरूपमाह- सद्भिः कल्याणसम्पन्नैर्दर्शनादपि पावनैः । તથાવર્ગનતો યોજ માધાવ ૩ખ્યતે (ફતે) રા 319 सद्भिः कल्याणसम्पन्नैः - विशिष्टपुण्यवद्भिः વર્શનાપિ પાવનૈઃ-અવતોનેનાપિ પવિત્ર તથાતેન પ્રોળ મુળવત્તયા વિપર્યયામાવેન વર્શન-તથાવર્શનમ્, તતખ્તેન યો યોગ:-સમ્બન્ધન્નૈ: સઇ સ आद्यावञ्चक इष्यते सद्यो (गा ) ऽवञ्चक इत्यर्थः ।।૨૬।। હવે યોગાનંચવગેરેનું સ્વરૂપ બતાવે છે. યોગાવંચકસ્વરૂપ ગાથાર્થ: કલ્યાણથી સંપન્ન અને દર્શનમાત્રથી પણ પાવન કરનારા એવા સત્પુરુષો સાથે તથાદર્શનથી યોગ આઘાવંચક યોગ કહેવાય છે. ટીકાર્ય : વિશિષ્ટ પુણ્યદ્વારા જેઓલ્યાણને પામેલા છે, તથા અત્યંત પવિત્ર જીવનના સ્વામી હોવાથી જેઓ દર્શનમાત્રથી પવિત્રકરનારા છે, તેવા સત્પુરુષોની સાથે તથાદર્શનથી તેવા પ્રકારથી ગુણવાન હોવાથી વિપર્યયના અભાવરૂપે જે યોગ= સંબંધ થવો, તે આદ્ય-યોગાવંચક છે. વિવેચન : અહીં તથાદર્શનનું તાત્પર્ય એ છે કે દર્શન કરનાર પણ ગુણદર્શી હોવો જોઇએ. અર્થાત્ આ મહાપુરુષ ગુણવાન છે – દોષોથી વેગળા છે એવી સદ્ભાવપૂર્ણ બુદ્ધિ જાગવી જોઇએ. એવી બુદ્ધિપૂર્વક મહાપુરુષના દર્શનથી યોગ થવો જોઇએ. – છે એમ તો છ મહીનાથી બીમાર રહેલા લોહારને નિરોગીથવાના પ્રથમ દિવસે જ પોતાની દુકાનપાસે કાઉસગ્ગ-ધ્યાનમાં ઊભેલા ભગવાન મહાવીર સ્વામીના દર્શન થયા, પણ તે બિચારો ગુણહીન હતો, તેથી આ દર્શન યોગરૂપ બનવાને બદલે ક્રોધાદિ દુર્ભાવનું અને એદુર્ભાવના પરિણામે ઇન્દ્રના કોપથી તત્કાલ મોત અને પરંપરાએ દુર્ગતિનું કારણ બન્યું. જ્યારે દુર્ગતા નારીને સમવસરણમાં બેઠેલા ભગવાનનું દર્શન કલ્યાણકારી નીવડ્યું, કેમકે ભગવાનને જોઇ હૃદયમાં ભગવાનની પૂજાના શુભભાવ જાગ્યા. જેના પરિણામે તત્કાલમાં દેવલોક

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342