________________
322
ફુલાદિયોગીઓને પક્ષપાતથી ઉપકાર ગાથાર્થ : મારાથી પણ જડ બુદ્ધિવાળા કુલ યોગીઓને આ યોગદષ્ટિસમુચ્ચયગ્રંથથી શ્રવણ દ્વારા પક્ષપાતાદિ થવારૂપ લેશથી પણ ઉપકાર થાય છે.
ટીકાર્ય : ઉપરોક્ત સ્વરૂપવાળા ફુલાદિ યોગીઓમાં જેઓ મારાથી પણ અલ્પમતિવાળા ફુલયોગીઓ–પ્રવૃત્તચયોગીઓ છે, તેઓને આ યોગદષ્ટિ સમુચ્ચયગ્રંથના શ્રવણથી યોગપ્રત્યે પક્ષપાત=શુભેચ્છાવાળુ ઢળતું વલણ પ્રગટ થવાથી તેઓના યોગ બીજો પુષ્ટ થશે. આ અંશથી ઉપકારરૂપ છે.
વિવેચન : શુભ કાર્યની પ્રશંસા યોગબીજોનું પોષક બને છે, કેમકે તે શુભ કાર્યોપ્રત્યે પક્ષપાતરૂપ છે. આમ મારી આ યોગદષ્ટિગ્રંથની રચના તેઓને શુભપ્રતિ પક્ષપાતમાં નિમિત્ત બનવા દ્વારા અંશે પણ ઉપકારી નીવડશે. તેથી પૂર્વે ગાયા ૨૦૮માં લેરાથી પરોપકારની વાત જે કરી હતી, તે પણ સાર્થક નીવડે છે.
અહીં શાસ્ત્રકાર આ ગ્રંથના અધ્યયના દ્વારા ભવ્યજીવો યોગમાર્ગ પામરો ઇત્યાદિ દાવો જતો કરીને ખરેખર તો પોતાની નમ્રતા પ્રગટ કરે છે. કેમકે તેઓ પરોપકાર એટલા અંશે જ બતાવે છે, કે ફુલાદિયોગીઓ આ ગ્રંથપર પક્ષપાત કરશે, એ જ આ ગ્રંથદ્વારા થતો પરોપકાર છે. कः पक्षपातमात्रादुपकार इत्याशङ्कापोहायाह-तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । અનથોરન્તર જ્ઞેય, માનુલઘોતયોરિવ।૨૨। તાત્ત્વિ: પક્ષપાતી પારમાર્થિવ ત્યર્થઃ भावशून्या प्रति (चया) क्रिया अनयोरन्तरं ज्ञेयं જ્યોરિવેત્યાહ-માનુલઘોતયોરિવ મહલન્તમિત્યર્થ:
1122311
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
?
પક્ષપાત કરે એટલા માત્રથી ક્યો વિશેષ ઉપકાર થવાનો છે ? તો તેના સમાધાનમાં કહે છે તાત્ત્વિક પક્ષપાતનું મહત્ત્વ ગાથાર્થ : તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા આ બે વચ્ચે સૂર્ય અને આગિયા વચ્ચે જેવું અંતર સમજવું.
ટીકાર્યં તાત્ત્વિક-પારમાર્થિક પક્ષપાત અને ભાવશૂન્યક્રિયા આ બે વચ્ચેનું અંતર સૂર્ય અને આગિયા વચ્ચેના અંતર જેવું મોટું સમજવું.
વિવેચન : કેટલાક આ ગ્રંથના અધ્યયનથી યોગઆરાધનાપ્રત્યે પક્ષપાત રાખે. યોગના આરાધકો– પ્રરૂપકો પ્રત્યે હૃદયના શુભભાવોરૂપી પારમાર્થિક પક્ષપાત રાખે. કદાચ આ ગ્રંથના અનુસારે યોગકાર્યોમાં પ્રવૃત્ત ન થાય છતાં એનો પક્ષપાત ઊભો રાખે.
બીજા કેટલાક યોગક્રિયાઓ કરે, પણ હૃદયમાં યોગક્રિયાઓ અને તેના પ્રરૂપકોપ્રત્યે બહુમાન ન હોય ને ક્રિયા અન્તર્ગત કોઇ ભાવ ન હોય, તો આ બંનેમાં પ્રથમ જ શ્રેષ્ઠ છે, બીજો નહીં.
કેમકે યોગક્રિયાઓ તો અનંતવાર કરી, પણ યોગપ્રત્યે કે કોઇ પણ શુભકાર્યો પ્રત્યે હૃદયમાં પક્ષપાત ન હોતો. તેથી બધું નિષ્ફળ ગયું. જ્યારે કશું જ નહીં આચરી શકતા શ્રેણિક જેવા અવિરત સમ્યક્ત્વીઓ પોતાના યોગ-ધર્મ-શુભભાવો પ્રત્યેના સાચા પક્ષપાતથી થોડા ભવોમાં, વધુમાં વધુ અર્ધપુદ્ગળ પરાવર્ત્તમાં અવશ્ય તરી જવાના.
યોગની ક્રિયા તો કૃષ્ણપાક્ષિક-અચરમાવર્તીઓ પણ કરી શકે છે. જ્યારે યોગપક્ષપાત તો શુક્લપાક્ષિક, ચરમાવર્તી જીવોને જ પ્રગટે છે.
આમ યોગપક્ષપાતની ઘણી મહત્તા છે, અને આ યોગગ્રંથ તેવા પક્ષપાતમાં નિમિત્ત બને છે, માટે ખરેખર પરોપકાર સધાઇ રહ્યો છે.
અહીં પ્રશ્ન થાય કે ફુલાદિ યોગીઓ માત્ર તથા ચાઃ---