Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ 272 બધા ભાવોથી જો એ અલિપ્ત થતો જાય, એમાં રતિ- અરિત કરવાનું માંડવાળ કરે, તો જ સ્થિર શાંત થઇ શકે. અસંગઅનુષ્ઠાનની કક્ષાએ પહોંચેલો જીવ આવા ઉઠતાં તરંગો- તોફાનોમાં તણાતો નથી, તેથી જ એના અંતરમાં પ્રશાંતવાહિતા વહેતી થાય છે. અને તે-તે પ્રસંગે રાગ-દ્વેષ ઉઠવાથી કે રતિઅરતિ થવાથી ચિત્તપર જે મલિન સંસ્કાર પડતા હોય છે, તેનાથી બચવાનું પણ થાય છે. આમ અસંગ-અનુષ્ઠાનથી એક - બાજુ નવા મલિન સંસ્કારો પડવાનું બંધ થાય છે, ને જૂના તેવા પડેલા મલિન સંસ્કારો ભૂંસાવા માંડે છે. આમ ચિત્તસંસ્કારો વિશુદ્ધ થાય છે. માટે સાધકે કરવાનું છે, કે પોતે કેટલા પ્રસંગ-વસ્તુવ્યકિતઓના વિષયમાં રાગ-દ્વેષ, રતિઅરતિથી બચ્યો, તે જોતા રહેવું. આ બચવાનું વધારે વિષયમાં અને વારંવાર થતું આવે, તો જીવ શાંત થતો જાય. અને અંદરથી એ પ્રશાંતભાવનો આનંદ અનુભવતો થાય. સાધનાના માર્ક એનાપર મળે છે, કે તમે તેવા કેટલા પ્રસંગોમાં રાગ-દ્વેષથી આ બચ્યા? બૌદ્ધો આને વિસભાગપરિક્ષય કહે છે. બૌદ્ધોએ જ્ઞાન-સંતાનના વૈજાત્યના ક્ષયને વિસભાગપરિક્ષય કહ્યો છે. મૃગજળમાં પાણીની ભ્રાન્તિ જેવી લોકસંવૃત્તિ, સત્ય નીલ- પીતાદિમાં તેવી જ પ્રતીતિરૂપ તત્ત્વસંવૃત્તિ અને અતીન્દ્રિય પદાર્થો અંગે નામ-જાતિવગેરેના ઉલ્લેખવાળી યોગીપ્રતિપત્તિરૂપ અભિસમયસંવૃત્તિ આ ત્રણ સંવૃત્તિના સંતાન=ક્ષણપરંપરાનો ક્ષય વિસભાગપરિક્ષય ગણાય છે. આનું તાત્પર્ય એ છે કે વિસભાગપરિક્ષય થયા પછી ચિત્ત તમામ પ્રકારના વિકલ્પોથી રહિત થાય છે. વિકલ્પોના ઉપપ્લવો તરંગોથી રહિત આ અવસ્થા ખરેખર અસંગરૂપ જ છે ને ? સંગ નથી, તો વિકલ્પો નથી, વિકલ્પોનથી યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ તો ઉપપ્લવ નથી. ચિત્તમાં ઉઠતા જાત-જાતના વિકલ્પો ચિત્તની સસંગદશાના સૂચક છે, કે જે ચિત્તને રાગ-દ્વેષમાંતાણી જાય છે. માટે સાધકની સાધના વિકલ્પોને ઘટાડતા જવાની છે. શૈવવર્ગ આને શિવવર્તી કહે છે. શિવનો, કલ્યાણનો, મોક્ષનો આ માર્ગ છે. મોક્ષ એ પરમ અસંગદશાભૂત છે, તો એનો માર્ગ પણ અસંગનો જ હોય ને ! બહારથી તે-તે વસ્તુઆદિ સાથેના અને અંદરથી ક્રોધાદિપ્રત્યેના મમત્વને ઘટાડતા જવારૂપ અસંગતામાં આગળ વધવાની પ્રવૃત્તિ જીવને અસંગઅનુષ્ઠાનદ્વારા પૂર્ણઅસંગઠશારૂપ મોક્ષે પહોંચાડે છે. માટે એ જ શિવવર્ત્ય છે. સંગ અશિવ=અકલ્યાણકર છે. જીવને મોહ, પાપ અને દુઃખમાં પાડે છે. અસંગ શિવાત્મક છે. જે મોહ, પાપ ને દુઃખથી મુક્ત છે. તેથી અસંગઅનુષ્ઠાનને શિવમાર્ગ કે મોક્ષમાર્ગ કહેવામાં કશું ખોટું નથી. મહાપ્રતિકમતાનુયાયીઓ આને ધ્રુવઅધ્વા= ધ્રુવમાર્ગ કહે છે. ધ્રુવ-જે અચળ એવું સ્થાન છે કે જ્યાં પહોંચ્યા પછી કદી ત્યાંથી ચલાયમાન થવાનું નથી, એ સ્થાને પહોંચાડતો માર્ગ ધ્રુવાઘ્ના કહેવાય. આનાથી પણ હકીકતમાં મોક્ષમાર્ગ જ ફલિત થાય છે. અથવા યોગસાધનાથી જે અવશ્ય પ્રાપ્ત સ્થાન છે, તે ધ્રુવ. તેનો માર્ગ ધ્રુવમાર્ગ એમ પણ કહી શકાય. આમ જુદા-જૂદા દર્શનના યોગીઓ જૂદાજૂદા શબ્દપ્રયોગથી આ અસંગઅનુષ્ઠાનને ઓળખે છે. एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैषैव तत्तत्रैतद्विदां मता ॥ १७७॥ તદ્-અસનાનુષ્ઠાન, પ્રસાધયત્યાશુ-શીઘ્ર, યદ્યોની ગાં-વૃષ્ટી સ્થિતઃ સન્, તત્પવાવદૈવૈવ વૃષ્ટિ તત્તઐદ્વિલાં મતા- इष्टेति ॥ १७७॥ उक्ता સત્તી વૃષ્ટિઃ ।

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342