Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 328
________________ ઈચ્છાયમ થવો, પ્રમોદભાવ થવો, રોમાંચિત થવું એ ઇચ્છાયમનું પ્રથમ લક્ષણ છે. અને બીજું લક્ષણ અવિપરિણામિની. વિપરિણામ એટલે કે ભાવપરિણામ પડી જવો, બદલાઇ જવો. એવી પરિસ્થિતિ ન થવી જોઇએ. એક આરાધના કરવાની ઇચ્છાથઇ, યથાશક્તિ આરાધવાની શરુ પણકરી, પણ પછી ઉત્સાહ મંદ પડી ગયો. એ યોગના કોઇ આરાધકને આરાધનામાંથી પતિત થતો જોયો. દંભથી આરાધના કરનારને પૂર્વે સાચો આરાધક માન્યા બાદ એના દંભ વગેરે જોઇ આરાધનાપ્રત્યે અરુચિ થઇ. ફરીથી બાહ્ય વિષય-વાસનાઓ પ્રત્યે રુચિ જાગવાથી આરાધનાના યોગને પડતો મુકી વિષયતરફ ઝુકાવ વધ્યો. અથવા આ યોગ નહીં, પેલો યોગ વધુ સારો છે. મને ફાવશે, એમ આરાધનાના યોગો પ્રત્યે જ ચિત્તવાંદરો એકમાંથી બીજામાં કૂદા કૂઠા કરવા માંડ્યો. ઇત્યાદિ અનેક કારણોથી જીવ આરાધવા ઇચ્છિત યમપ્રત્યે વિપરિણામવાળો થઇ શકે છે. ઇચ્છાયમની ભૂમિકાએ પહોચેલાં પ્રવૃત્તચક્રયોગીને આવા વિપરિણામો થતાં નથી. આરાધવા યોગ્ય યમઅંગે ઇચ્છાથી સિદ્ધિ સુધી પહોંચવા સુધી તે સ્થિર પરિણામવાળો હોય છે. આવા પ્રકારે પૂર્વોક્ત અહિંસાદિ પાંચ યમોઅંગેની ઇચ્છા એ ચાર પ્રકારના યમોમાં પ્રથમ ઇચ્છાયમ સમજવો. યોગવિશિકાની વ્યાખ્યાકરતાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે ઇચ્છાયોગની (યોગવિંશિકા ગાથા પાંચ) વ્યાખ્યામાં ‘અવિપરિણામિની’ ના બદલે ‘વિપરિણામિની’ પ્રયોગ માન્ય રાખી એ મુજબ વ્યાખ્યા કરી છે. મહોપાધ્યાયજીએ કરેલી વ્યાખ્યામુજબ સ્થાનાદિયોગમાં યુક્ત (અહીં અહિંસાદિ યમોમાં યુક્ત) મહાપુરુષોની ક્થામાં પ્રીતિ=તેઓ અંગેની યોગ-યમવિષયક રહસ્યને વ્યક્ત કરતી વાતો 313 (અર્થો) જાણવાની ઇચ્છાપૂર્વક જાણીને થતો હર્ષ અથવા જાણવાથી પ્રાપ્ત થયેલા બોધનો ઉત્પન્ન થતો હર્ષ પ્રીતિરૂપ છે. જે વિષયમાં આગળ વધવું હોય, તે વિષયમાં આગળ વધેલાને જ સતત લક્ષ્યમાં લેવા જોઇએ. અને તેઓની પ્રગતિ કે સિદ્ધિ જાણીને ઉધ્ધસિત થવું જોઇએ. તેઓની વાતો જાણવાથી કયા માર્ગે કેવા સત્ત્વથી આગળ વધી શકાય, અને આગળ વધી પૂર્ણ થયેલાને કેવો આનંદ પ્રાપ્ત થાય છે. આ બધું જાણવાથી ઉત્સાહ માત્રટકીનથી રહેતો, પણ વર્ધમાન થાય છે. સિદ્ધ ભગવાનોને માટે જ ધ્રુવતારા બતાવ્યા છે – સિદ્ધો સર્વે મુગતિપુરીના ગામી ને ધ્રુવતારા.... જેઓ મુક્તિતરફ – પ્રસ્તુત સિદ્ધયોગતરફ આગળ વધવા માંગે છે, તેઓ માટે ધ્રુવના તારાની જેમ આદર્શ લક્ષ્યરૂપે સિદ્ધ ભગવંતો છે. ઇચ્છાયોગી આ રીતે ધ્રુવતારાભૂતયમી-યોગીઓની ક્થામાં જ રત રહે છે. આમ પ્રીતિયુક્ત ઇચ્છા છે. વળી આ ઇચ્છા વિપરિણામિની છે. વિધિપૂર્વક-શાસ્ત્રમાં બતાવેલા નિયમ-વિધિઓ વગેરેને ચોકસાઇપૂર્વક જેઓ યમ-યોગનું પાલન કરે છે, તેઓ પ્રત્યે ‘વેઠિયો’ ‘ચીકણો’ ‘દંભી’ ઇત્યાદિ દુર્ભાવને બદલે પૂર્ણતયા બહુમાન હોય. એમના પ્રત્યે ભક્તિ હોય. આ બહુમાનાદિપૂર્વક પોતે પોતાના ઉલ્લાસમાત્રથી યત્કિંચિત્ અભ્યાસાદિરૂપ વિચિત્ર પરિણામને (=વિપરિણામને) ધારણ કરતી ઇચ્છા હોય. અર્થાત્ વિધિ વગેરેનું જ્ઞાન ન હોવાથી અથવા પ્રમાઠાદિ દોષથી પોતે વિધિપૂર્વક યમાદિનું શાસ્ત્રમાં બતાવ્યા સ્વરૂપે પાલન ન કરી શકવા છતાં, એ પ્રત્યે ભાવ-શ્રદ્ધા-ઉલ્લાસ હોવાથી જે કંઇ પાલન કરે, તે વિપરિણામ છે. આમ દ્રવ્ય- ક્ષેત્ર આદિ ( આદિથી કાળ અને તેવા ભાવ) ઇત્યાદિ સામગ્રી પૂર્ણરૂપે ન હોવાથી વિધિવત્ યોગ-યમ પાલનમાટે જે કારણસમુદાય કહ્યો છે.

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342