Book Title: Yogdrushti Samucchay Part 03
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 300
________________ નથી. અર્થાત્ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત થયો જ છે. વળી પૂર્વે વ્યાધિથી રહિત હતો એમ પણ નથી, કેમકે પૂર્વમાં તે પ્રકારે વ્યાધિથી યુક્ત હતો જ. વિવેચન : દુનિયામાં પૂર્વે વ્યાધિગ્રસ્ત માણસ પછી વ્યાધિથી મુક્ત થાય, એ જેવો હોય તેવો લોકોત્તરમાર્ગે આ નિર્વાણ પામેલો આત્મા સમજવાનો છે. અહીં સરખામણીનું તાત્પર્ય આ છે- જેમ એક માણસ રોગપીડિત હોય, ત્યારે રોગના વિકાર, મૂર્છા, પીડાથી દુઃખી હોય. પછી દવા- – અનુપાનવગેરેના કારણે જ્યારે રોગમુક્ત થાય છે, ત્યારે એ વ્યક્તિ તો રહે જ છે, માત્ર રોગ અને એ રોગના વિકાર આદિ જાય છે. પણ રોગની હાજરીમાં એ નીરોગી ગણાતો નથી. એ જ પ્રમાણે નિર્વાણ પામેલો જીવ પૂર્વે ભવવ્યાધિથી પીડાતો હતો, પછી દર્શન-જ્ઞાન-ચારિત્રઆદિ ઔષધ-રોગી અનુપાનના કારણે ભવવ્યાધિથી મુક્ત થાય છે. માટે જ કહે છે કે અહીં માત્ર ભવ-સંસારરૂપી વ્યાધિથી જીવ મુક્ત થયો છે, નહીં કે તેનો (જીવનો) સર્વથા અભાવ થઇ ગયો છે. બૂઝાઈ ગયેલા દીવાની જ્યોત જેમ વિલીન થઇ જાય છે, તેમ આ જીવ પોતે કંઇ બુઝાઇ જતો નથી કે વિલીન થઈ જતો નથી. કેટલાક બૌદ્ધવાદીઓ આ રીતે નિર્વાણદ્વારા આત્માનો કાયમી વિલોપ માને છે. નૈરાત્મ્ય અવસ્થા માને છે, તે વાતને આમ કહી ખોટી ઠેરવી. વળી કેટલાક માને છે કે જીવ ભવરૂપી વ્યાધિથી ક્યારેય મુક્ત થતો જ નથી. કેમકે અનંત કાળથી ચોટેલા રાગ-દ્વેષજન્ય કર્મો ક્યારેય આત્માથી છૂટાં પડે જ નહીં. જીવાત્મા ક્યારેય રાગ-દ્વેષથી મુક્ત ન થાય, એવી (જૈમિનીય વગેરે) માન્યતાવાળાના ખંડનરૂપે કહેવું છે, કે જીવ પોતાના તથાભવ્યત્વનો પરિપાક થાય અને ક્ષય પામે, ત્યારે મોક્ષ પામે જ છે. મુક્ત થાય જ છે. 285 વળી કેટલાક સાંખ્યમતવાળા વગેરે જીવનેપુરુષને નિત્યશુદ્ધ માને છે. એટલે કે પુરુષને કોઇ વ્યાધિ જ ન હતી, તો વ્યાધિના જવારૂપે મુક્ત થવાની વાત જ ક્યાં આવી ? એમ કહે છે. તેઓ પુરુષને ( = આત્માને) સદા એકસ્વરૂપી કૂટસ્થ નિત્ય માને છે, જે કંઇ થાય છે, તે બધું પ્રકૃતિને થાય છે, એમ કહે છે. તો તેઓને સાચી હકીકત સમજાવતાં કહે છે કે આત્મા પૂર્વે કર્મથી બંધાયેલો અને ભવરૂપી વ્યાધિથી ગ્રસ્ત હતો જ. પછી સાધનાના બળપર તે વ્યાધિથી મુક્ત થાય છે. આમ મુક્ત થયેલો આત્મા (૧) પોતાનું શુદ્ધ અસ્તિત્વ ધરાવે છે. (૨) શુદ્ધ-મુક્તરૂપને પામે છે અને (૩) પૂર્વે અશુદ્ધ- ભવરોગથી પીડાતો હતો. એ બધી વાત લોકમાં રહેલા પહેલા અને પછી રોગમુક્ત થયેલા પુરુષના દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે. ।।૧૮૭।। અમુમેવાર્થ સ્પષ્ટયન્નાહ- भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजननस्तीव्ररागादिवेदनः ॥ १८८॥ - भवः - संसार एव महाव्याधिः । किंविशिष्ट ત્યાન્ન-સ્મમૃત્યુવિારવાન્ નાઘુપતક્ષળમતત્ । વિચિત્રમોહનનનો મિથ્યાત્વોયમાવેન, તીવ્રતાનાવિવેતન: સ્ત્યાદ્યમિધ્વજ્ઞમાવેન ૧૮૮।। આ જ પદાર્થને વધુ સ્પષ્ટ કરતાં કહે છે. ગાથાર્થ : (૧) જન્મ- - મોતરૂપ વિકારથી યુક્ત ( ૨) વિચિત્ર મોહનો જનક અને ( ૩ ) તીવ્ર રાગાદિ વેદનાવાળો સંસાર જ મહાવ્યાધિરૂપ છે. ટીકાર્ય : સંસાર જ મહાવ્યાધિ છે – કેવી વિશિષ્ટતાવાળો ? તો કહે છે જન્મ-મૃત્યુરૂપ વિકારવાળો. અહીં ઉપલક્ષણથી ઘડપણવગેરે વિકારો પણ સમજી લેવાના. વળી કેવો ? તો કહે છે – મિથ્યાત્વના ઉદયના કારણે વિચિત્ર મોહનો જનક. વળી કેવો ? તો કહે છે - સ્ત્રીવગેરેપર

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342