________________
પત્રાંક-૬૪૧
૧૩ અવસ્થાએ પરિણમે છે, બીજી રીતે પરિણમવું અશક્ય છે. આ વસ્તુસ્થિતિ છે. છતાં એ દેખતભૂલ છે કે આણે આનું આમ કર્યું અને આણે આનું આમ કર્યું. એ દેખતભૂલ છે.
મુમુક્ષુ - દેખતભૂલ એટલે ભ્રમ?
પૂજ્ય ભાઈશ્રી – હા. દેખતભૂલ એટલે શું છે કે દેખાય એવી ભૂલ છે. ન દેખાય એવી ભૂલ નથી. આ તો દેખાય એવી ભૂલ છે. દેખતભૂલ. દેખી શકાય એવી ભૂલ છે.
મુમુક્ષુ - મિથ્યાત્વ... કારણે છે?
પૂજ્ય ભાઈશ્રી :- વસ્તુસ્થિતિથી વિપરીત એટલે મિથ્યાત્વ થઈ ગયું. મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધા-પ્રતીત. બેય થઈ ગયું. વિશ્વાસ કર્યો તે મિથ્યાપ્રતીત છે, જાણ્યું તે મિથ્યજ્ઞાન છે. એવી ભૂલ ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. ત્યારે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. એમ ભૂલ ટળીને થાય તો બધા દુઃખ મટી જાય. પછી કોઈના પ્રત્યે રાગ કરવાનું કારણ નથી, કોઈના પ્રત્યે દ્વેષ કરવાનું કારણ નથી. આણે બગાડયું, આણે સુધાર્યું. એ વાત કાંઈ રહેતી નથી. અને ચિંતા તો દરેકને પોતાની છે કે કોઈ મારું ખરાબ કરશે તો ? સારું કરે એનો તો કોઈને વાંધો નથી. પણ કોઈ મારું ખરાબ કરશે તો ? આ પ્રશ્નથી દરેક જીવ ભયવાન છે. જગતમાં કોઈ જીવ ભય વગરનો નથી. એટલા માટે ભયવાન છે કે મને ક્યારે કોણ નુકસાન કરશે એ કેમ ખબર પડે? કાંઈ ખબર પડે એવું નથી. ખરેખર એના આત્માને કોઈ નુકસાન નથી કરી શકતું. પણ એ તો પોતાના આત્માને છોડીને બીજી જગ્યાએ આત્માપણું કર્યું છે, ત્યાં જે ફેરફાર થાય છે એટલે મને નુકસાન થયું એમ માને છે. એ બધી દેખતભૂલ છે.
સંયોગોના ફેરફારથી મને નુકસાન થયું કે મને લાભ થયો એમ માનવું) એ પણ દેખતભૂલ છે. એ ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે;”” એ સ્પષ્ટ અનુભવી શકાય એવું છે. તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જીવ વહ્યો જાય છે, છતાં જગતના જીવો જે પ્રવાહમાં તણાતા જોવામાં આવે છે એનું કારણ આ દેખતભૂલના પ્રવાહમાં એ તણાય છે. તમામ પ્રકારના સંઘર્ષ, તમામ પ્રકારના વિગ્રહ, એક નાનામાં નાનાથી માંડીને વિશ્વયુદ્ધ સુધીના વિગ્રહો છે એ બધાનું કારણ આ છે કે દેખતભૂલી છે.
એ જ પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ
Aી
છે.