________________
પત્રાંક-૬૪૦
૧૧
ઉલ્લંઘન ન કરવું જોઈએ. એમાં જ પોતાનું હિત છે. પોતાના હિત માટે એ વાત છે. બીજી કોઈ એની અંદર વાત છે નહિ.
‘અમ પ્રત્યે અનુકંપા રાખશો.’ લ્યો ઠીક ! સોભાગભાઈ’ને ક્યારેક ક્યારેક આવા વચનો લખે છે. અમ પ્રત્યે અનુકંપા રાખશો. કંઈ જ્ઞાનવાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ.’ એ રીતે એક Postcard છે તોપણ ‘સોભાગભાઈ’ને પણ (આમ લખે છે). જે સત્સંગના ઘણા કામી છે, ‘સોભાગભાઈ’ તો ‘શ્રીમદ્જી’ના સત્સંગના ઘણા કામી છે એને પણ સત્સંગ માટે આવી વાતો લખે છે. જુઓ !
મુમુક્ષુ :– એની ભાવનાને
પૂજ્ય ભાઈશ્રી :– એની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને પ્રેરણા આપે છે. ૬૪૦ (પત્ર પૂરો) થયો.
-
મુમુક્ષુ :– એના માટે – આ ભૂમિકામાં ન આવ્યો હોય એના માટે લખે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે એમ વિચારવા જેવું છે કે સત્સંગ કરવો એ નિમિત્તપ્રધાન ઉપાદાનની વાત છે. માત્ર નિમિત્તની વાત નથી પણ નિમિત્તપ્રધાન ઉપાદાનની વાત છે કે ઉપાદાનમાં આવો વિવેક જીવને થવો ઘટે છે. વાત નિમિત્તપરખ છે એટલું જ છે. તો નિમિત્ત આશ્રિત જે પરિણામ છે એ તો વાત લીધી. કાલના સ્વાધ્યાયમાં ૬૩૬માં વાત આવી ગઈ કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે એટલે એકદમ ઉત્સાહ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે એવા જીવને. આ મુમુક્ષુજીવ આવો હોય છે કે જે જે નિમિત્તોના સંગમાં જાય છે ત્યાં ત્યાં તેવા પરિણામ સહેજે કરી બેસે છે.
જ્યારે એવી સ્થિતિ છે ત્યારે જો એને સત્સંગ સંબંધિત વિવેક ન આવ્યો એટલે કે નિમિત્તો સંબંધીનો જેને વિવેક નથી એને પોતાના ઉપાદાન સંબંધી વિવેક પ્રાપ્ત થયો છે (એ વાત વિચારવા જેવી નથી). કેવા નિમિત્તો એને પોતાને હોવા ઘટે ? કેવા હોવા ન ઘટે ? એવો વિવેક વિચા૨ ક૨વાની જેની વિચારશક્તિ મુંઢાઈ ગઈ છે, બિડાઈ ગઈ છે તેવા જીવ પોતાના ઉપાદાનમાં પોતાના હિતનો વિચાર કઈ રીતે કરી શકે ? એ તો એ કરી શકે એ પ્રશ્ન જ નથી. એ કરી જ ન શકે. એમ લેવું જોઈએ. એ ૬૪૦ (પત્ર પૂરો) થયો.