________________
ચમત્કાર વિગેરે સૃષ્ટિક્રમ વિરૂદ્ધ હકીકત લખી અતિ અતિશયોકિત કરેલી છે તેમજ વિરોધીએ અંગત ભાવથી શ્રી વલ્લભાચાર્યજીના જીવનને અત્યંત અનિષ્ટ અંશોથી ભરેલું દેખાડવા પ્રયત્ન કર્યો છે. આ પણ ઉચિત નથી. આ માટે આ બન્ને તરફના વિશેષ પક્ષપાતપણુવાળા ભાગને બાદ કરી યોગ્ય તુલના કરી સૃષ્ટિક્રમ અનુકૂળ સિદ્ધ થઈ શકે એવી વાતો અમે ઉપર લખી છે. પ્રશ્ન-ત્યારે શું હરી નારાયણભદ્ર વેદને અવતાર હતા તે ખોટું હશે ? શું હેમણે કેટલાક માયા વાદાને પાડા પાસે ઉત્તર ન્હોતા અપાવ્યા ? યજ્ઞ કરવા માંડયા પછી “ અમે તમારા કુળમાં અવતાર ધારણું કરીશું” એવી ભગવદ્ વાણી શું ન થઈ હતી ? એમના પુત્ર ગંગાધર શું શિવજીના અવતાર હેતા ? ગણપત ભટ્ટ સૂર્યનો અવતાર હેતા વારૂ ? આ બધું પુસ્તકમાં છે હેનું સમાધાન શું હશે ?
ઉત્તર–પાડે વેદોચ્ચાર કરે છે તેવીજ જાડી બુદ્ધિના માને તેમજ બીજી જે વાત છે એ કેવળ અશાસ્ત્રીય તેમજ કલ્પનામાં પણ ન ઉતરે એવી છે. વારૂ જો એમ હતું અને સૂર્યના અવતાર તેમજ આ બધું જે કંઈ લખ્યું છે તેમ છે તો તેને પરદેશ શુ કામ વસવું પડે ? વારુ તે ન્યાત બહાર શું કામ થાય ?
આ બધા જે સામાન્ય માણસને બંધ બેસતા આવે તેવા પ્રસંગો શું કામ બને ? માટે એ કેવળ અસત્ય છે. આ પ્રમાણે દરેક ચમત્કાર સંબધમાં હમજવું. વલી જે અવતાર હોય તે કેટલેક ઠેકાણે શેષજીને અવતાર લખે છે કેટલેક ઠેકાણે વસુદેવજી ને આમ જુદુ જુદુ છે. વળી લક્ષમણ ભટ્ટ સે સોમયજ્ઞ કર્યા ને કુંડમાંથી વાણુ થઈ તે પુસ્તક લખનારે જ સાંભળી હોય તે કેણ જાણે, તેમજ લક્ષ્મણ ભટ્ટને જે વાત ગવર્ધનનાથજીએ કહી તે વાત લખનારને શી રીતે ખબર પડે કારણ ગોવર્ધનનાથજી તે વખતે પ્રગટયા હેતા. વલી લાખો વર્ષ પર થઈ ગયેલા ભારદ્વાજ મુનિ લક્ષ્મણને મળે આવી વાત માત્ર કેવળ ધર્માધિ વૃત્તિના મનુષ્યનાં ધ્યાનમાં ઉતરે. વળી સોમયજ્ઞ કરાવી સવા લક્ષ મનુષ્યનું બ્રહ્મ ભોજન કરાવ્યું, આમાંયે સત્યતા હવા સંભવ નથી કારણ એવા સમૃદ્ધિવાન હોત તો એક પુત્ર ગિરી શું કામ બને, અને એક પુરી ,