________________
હવે પુષ્ટિમાર્ગએ વેદ અને પુરાણના માર્ગથી ભિન્ન છે તેમજ આ લોક શરીરના અંગોને સંબન્ધ કરનારા વેદના પરમાત્માવાચક પ્રાર્થનાના લોકથી કેવળ જુદા છે એટલે પુરાણમાં મૂકીને પાછળથી જુદા ભાવ લગાડેલા છે. ગોકુળનાથજી કૃત રસભાવમાં લખ્યું છે કે “એક દિવસ શ્રી સ્વામિનીજી અને ઠાકોરજી આનન્દપૂર્વક વિરાજેલાં હતાં. સ્વામિનીજીએ શરીર ઉપર ચંદનાદિ લેપન કર્યું હતું તે જમીનપર નાંખ્યું. પછી હેને કાદવ કરીને હેમાં પિતાને ચરણ
. તે ચરણથી શ્રી ઠાકુરજીના કપાળમાં જોરથી લાત મારી, તેથી ઠાકુરજીના કપાળમાં ચરણનું ચિહ થઈ રહ્યું. આથી ઠાકોરજીએ કહ્યું આજથી હમારા ચરણનું ચિન્હ મહારે ધારણ કરવું.” એટલે શ્રી ઠાકોરજી કપાળમાં તિલક કરે છે તે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહનો ભાવ છે! તેથી વૈષ્ણવોએ પણ ધારણ કરવું એમ કહ્યું છે. વળી આમાંયે હડહડતા અનન્ય વૈષ્ણવો કહેવાય છે જે પિત પિતામાં રસમંડળીઓ જેવી અનીતિ કરે છે તેવા વૈષ્ણવ તિલકને શ્રી સ્વામિનીજીનાં ગુહ્ય સ્થળને ભાવ કહે છે એમ ગૂઢ ભાવના ગુપ્ત ગ્રંથમાં છે. આ વાત લખતાં અમને લજજા આવે છે પણ સત્યને વશ થઈને કર્તવ્ય કરવું પડે છે. નિંદા કરવાને હેતુ લેશ પણ નથી.
અહીં આગળ આ તિલકની ઉત્પત્તિનો ઇતિહાસ પૂરો થાય છે તથાપિ થોડુંક લખવું અસ્થાને ન ગણાશે. જેવી રીતે યજ્ઞોપવિતનો સંસ્કાર વેદાધ્યયનના પ્રારંભ માટે આવશ્યક ગણાય છે તેવી રીતે આ સંપ્રદાયમાં નથી. આ પ્રમાણે અશાસ્ત્રીય નામકરણ સંસ્કાર પછી કંઠી બાંધ્યાથી તે વૈષ્ણવ ગણાતે થાય છે, અને સાંપ્રદાયોક્ત સંધ્યા કરે છે. તિલક કરી માળા ફેરવે છે. બહુ કરીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી, કે ગુસાંઈજી, કે જીવણજી, ગોપકેશજી, ધીશજી, એવાં નામોની માળા ફેરવે છે, અથવા તો
તેની પાસે સમર્પણ લીધું હોય છે તેના નામની માળા ફેરવે છે. વેદોક્ત મંત્રોચ્ચારને સ. યમુનાષ્ટકને, મધુરાષ્ટકને, ગોકુલાષ્ટકને કે સ્વામિન્યષ્ટકના સ્તોત્રને પાઠ કરે છે, પણ ઘણા ખરા સર્વે તમ સ્તોત્રનો પાઠ કરે છે, આમાં માત્ર શ્રી વલ્લભાચાર્યજીના