________________
.
૧૪૭
છે, તથા સે જન્મે તે મોક્ષ પદને પામે છે ઈત્યાદિ,
વર્ણન કર્યું છે. ૧૭ નિરોધ. . ૧૮ સેવાફળ-એમાં શ્રી કૃષ્ણની સેવા કરવાથી હમેશાં પાછું સેવા
કરવાનું મળે છે એમ જણાવવામાં આવ્યું છે. ૧૮ યમુનાષ્ટક-યમુના નામની નદીની સ્તુતિ પૃથ્વી નામના છેદથી
આઠ કલેકમાં કરી છે. ૨૦ પત્રાવલંબ-એમાં પરમેશ્વરની ભકિત અમે આવી રીતે કરીએ
છીએ તથા અમારો આ સિદ્ધાન્ત છે ઇત્યાદિ ભાવાર્થ બતાવી કાશીમાં વિશ્વર મહાદેવના મંદિરમાં ચોટાડેલા હતા
એમ જણાવે છે. ૨૧ મધુરાષ્ટક-શ્રીજીના શરીરના અવયવ તથા શૃંગાર તે બધું
મધુર છે એ બાબતના તટક છંદના આઠ પદ છે. એમાં વાનં મધુ અર્થાત એનું વમન (ઓકવું) પણ મધુર છે
એમ જણાવ્યું છે. ૨૨ ગોકુલાષ્ટક–એમાં ગોકુલના હાનકડા ગામને સાતમે આસ્માને
ચઢાવવામાં આવ્યું છે. ૨૩ બાલબધ-એમાં ચાર પુરૂષાર્થ મેળવવાનું સાધન તથા શાસ્ત્ર
વિષે કેટલીક હકીકત છે. ૨૪ નિબંધ ભકિત પ્રકરણ–એને વિષય નામ પરથી હમજાશે. ૨૫ નામાવલિ–એમાં ભાગવતની કથામાંથી શ્રી કૃષ્ણના અનેક નામે
ક૯પીને વર્ણન કર્યું છે. ૨૬ શંગાર રસમંડળ–એ માર્ગને વિષયજ છે. નામ પ્રમાણે જ
ગુણ છે. કંઈ કચાશ રાખી જ નથી. ર૭ વ્યાસ વિરાધ લક્ષણ . ૨૮ ચિતિપ્રબોધ. ૨૯ વેદવલ્લભ. ૩૦ પરિવૃઢાષ્ટક. ૩૧ દશમ સ્કંધ સ્થાનીક્રમણિકા-ભાગવતના દશમ સ્કંધના વિષયનું
સંક્ષિપ્ત વર્ણન છે.'