________________
૧૫૩
પ્રતિબંધ હતો એ વાતનો તે માત્ર નામ નિદેશક અમે કર્યો છે. વિસ્તાર ભયથી આ સંબંધમાં વધુ ઈતિહાસ અપાયો નથી. અંતમાં એટલું જ કે ઘણુંઓએ આ ગ્રંથ જોયા નથી. તે પર સ્વતંત્ર બુદ્ધિપૂર્વક વિચાર કર્યો નથી. માત્ર એક ચીલામાં ચાલ્યા કરે છે, અને તેથી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ પુસ્તકો વાંચી પ્રત્યેક સંસ્કારી વાચકે પિતાને હૃદયને પૂછવું કે આ વાર્તા અને કથાઓમાં સત્ય કેટલું હશે ? બાકી માત્ર આશ ને દુરાગ્રહ એ તે બાળચેષ્ટા છે.
ઉપસંહાર અત્યાર સુધીના આગલા પ્રકરણમાં આપણે એ સંપ્રદાયના મુખ્ય મુખ્ય સિદ્ધાંતનું અને વિચારોનું દિગ્દર્શન કર્યું, અને તેમ કરવામાં એ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય તેમજ તે પછીના અત્યાર સુધીના સર્વ આચાર્યો તેમજ પ્રવર્તકની જીવનલીલા તેમજ તેમણે પ્રવર્તાવેલા સિદ્ધાંતનું વિવેચન કર્યું. તેમના પંથે પ્રતિપાદિત ઈશ્વર, હેની સેવાના વિધિ અને પ્રકાર, હેમનો મોક્ષ ને વૈકુંઠલીલા, હેમની ભકિત, વિગેરે સંબધી હકીકત વાચક સન્મુખ જે પ્રકારે હેમના પુસ્તકમાં જોવામાં આવે છે તે પ્રમાણે નિવેદન કરી ગયા. વળી આચાર્ય પ્રત્યેને સેવકોએ રાખવાનો પૂજ્ય ભાવ, હેમની કેવા પ્રકારે સેવા સત્કાર કરે એ સંબધી જે પ્રકારે વ્યવહારમાં જોવામાં આવે છે તેનું દર્શન પણ કરી ગયા. વળી આય. શાસ્ત્રોપદેશિત આશ્રમ વ્યવસ્થાનું એ સંપ્રદાયમાં વાસ્તવિક રીતે કેટલું પાલન કરવામાં આવ્યું છે હેનું પણ સુજ્ઞ વાંચકોને વિચાર કરવું બની શકે એટલું વિવેચન કરી ગયા છે. પ્રાચીન વેદ કાળનો યજ્ઞ યાગાદિ કમમાર્ગ, ઉપનિષદને જ્ઞાન માગ, તેમજ પતંજલીના યોગમાર્ગ વિગેરેનું કેટલે દરજજે આદર કરવામાં આવ્યું છે તેમજ શી સ્થિતિ એ મતમાં કરવામાં આવેલી છે હેનું પણ સાથે સાથે જે દર્શન થઈ ગયું છે, આ સર્વને મરણવધિ પર્યત તિલાંજલી આપી વેદોક્ત શુદ્ધ ઉપાસના, ને ન તણ પ્રતિમા બરિત એવા એક શુદ્ધ નિરાકાર પરમા
૨૦