________________
ન ધાયું. કારણ વૃજરાયજીને કાઢી મુકયે, તે વેર લીધા વગર રહે એ નથી એમ માનતા હતા. આથી માત્ર થોડા જ માણસ ને પોતે ચાર જણ તે શ્રી ગોવિંદજી, વલ્લભજી, બાળકૃષ્ણજી, અને દાઉજી તેમજ તેમના વહુજી વિગેરે હતાં તે સૌ અહિંથી ગયા, - આ પછી તેઓ ફરતાં ફરતાં બુંદી-કોટ આવી પહોંચ્યાં. પણ ત્યાં ડર મેટ એટલે વધુ ન રહી શક્યા. આ પછી કોઈ કુણાવિલાસ કરી ગામડું હશે ત્યાં રહેવા ગયા. ત્યાં વેરાગીના. વેષમાં ગુપ્તપણે રહ્યા, પણ ત્યાંયે મનમાં થયા કર્યું કે આમ તે ક્યાં સુધી રહેવું ? આંથી તેઓ જોધપુર ગયા ને ત્યાંના રાજા જસવંત સિંહજીનો બળવાન આશ્રય મેળવવા પ્રયત્ન કર્યો પણ હેમાંયે નિષ્ફળ ગયા. આ પછી જાહેર જગામાં તે એમને રહેતાં ફાવે એમ હતું નહીં તેથી ચાંપાસેની નામના ગામડામાં રહ્યા. પણ હવે વિચાર થયો. કે આમ તે કેમ છંદગી કાઢવી ? આ પછી કેટલાક વિચારો કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા કે જો સ્થળાંતર કરવું પડે તો ત્યાં બધાયે નજતાં માત્ર એકાદ બે જણે જવું, ને ત્યાં જ અનુકૂળ ને યોગ્ય થઈ પડે તે પછી બધાને બોલાવવાં. આવા વિચાર પછી ધાયું કે ઉદયપુરના રાજા વિષ્ણુ માગી તેમજ મિરાબાઈના પણ સંબધી છે તે ત્યાં પગરવ થઈ શકશે. આ વિચારથી ગોવિંદજી તથા ગંગાબાઈ ગયા. કારભારીઓને વશ કરતા એમને આવડતું હતું, એટલે તેઓ દ્વારા રાણે રાયસંગના દરબારમાં પ્રવેશ કર્યો. બીજી મેર ગંગાબાઇએ રણવાસમાં પ્રવેશ કર્યો, બની એટલી યુકિત, ખુશામદ, છળ, કળ, બધું કરી રાણાનું મન પીગળાવ્યું. રાણાજીના દરબારમાં કોઈ ડોશી હશે હેનું મન પણ પીગળાવ્યું. જોધપુરવાળા તે રાખવા કહે પણ શ્રીજીની ઈચછા ઉદયપુરમાંજ બિરાજવાની છે વિગેરે ભેરવ્યું. રાણાએ બાદશાહના ડરને લીધે કેટલીક આનાકાની કીધી પણ આખરે રજા આપી અને તજવીજથી રહેવા જણાવ્યું.
આ પછી માં રહેવું તે સંબધમાં બધા મળી એવા નિર્ણય પર આવ્યા કે ઉદેપુરથી બાર પંદરેક ગાઉપર શિહાડ કરી ડુંગરોની ટેકરીની વચ્ચે એક ગામડું આવેલું છે ત્યાં સાધારણ રીતે રહેવું,