Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 150
________________ ૧૪૬ ૪ જૈમિની સૂત્ર ભાષ્ય. ૫ તત્વદીપ નિબંધ.' ૬ પુરૂષોત્તમ સહસ્ત્ર નામ–એમાં વિષ્ણુ સહસ્ત્ર નામ માફક ભગ વાનના હજાર નામ ગણાવ્યા છે. ૦ સિદ્ધાંત મુક્તાવલિ–એમાં સ્વસિદ્ધાંત નિર્દેશ કરી મુખ્ય કરી માનસી સેવાનું વર્ણન કર્યું છે. ૮ પુષ્ટિ પ્રવાહ મર્યાદા–એમાં ત્રણ પ્રકારના જીવોનું વર્ણન છે. એક પુષ્ટિ જીવ, બીજો પ્રવાહી જીવ, તથા ત્રીજો મર્યાદા જીવ, અને હેના લક્ષણે બતાવ્યા છે. ૯ સિદ્ધાંત રહસ્ય-એમાં પિતાને ગુપ્ત સિદ્ધાંત કહ્યો છે. ગુપ્ત એટલા માટે કે એમાંની વાતે વિશ્વસનીય નથી. એમાં વલ્લભાચાર્ય કહે છે કે શ્રાવણ સુદ ૧૧ ને રોજ મહને સાક્ષાત પરમાત્માએ આવી દર્શન આપ્યાં અને માગ કેમ પ્રવર્તાવ એને બંધ કર્યો. ૧૦ અંતઃકરણ પ્રબોધ-શ્રી કુષ્ણથી અન્ય કોઈ દેવ વધારે નથી માટે અંતઃકરણથી હેને ભજો. . ૧૧ નવરત્નગ્રંથ-એમાં નવ લોક છે. હેમાં કૃષ્ણ ઉપર હમેશાં વિશ્વાસ રાખી કંઈ ચિંતા કરવી નહિ એ ભાવાર્થ છે. ૧૨ વિવેક ધર્યાશ્રય–નામથી ભાવાર્થ સહમજી લે. - ૧૩ કૃષ્ણાશ્રય-એમાં વલ્લભાચાર્યે પિતાનું દીનપણું દેખાડયું છે, અને જગતમાં બહુ દુઃખ થાય છે તેથી કૃષ્ણની સ્તુતિ કરી છે. છેલ્લે કહ્યું છે કે તિ શ્રી વ ત્રવિત એટલે હું વલ્લભ કહું છું. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે હાલના વૈષ્ણવે એમને શ્રી કૃષ્ણ કરતાં પણ મોટા મહાપ્રભુ માને છે. ૧૪ ભકિત વધની-ભકિત ભાવની વૃદ્ધિ કરવાના સાધન બતાવ્યા છે તથા નવધા ભકિતનું વર્ણન કર્યું છે. ૧૫ જેલભેદ ગ્રંથ. ૧૬ સંન્યાસનિર્ણય-એ ગ્રંથ આપણે આગળ વર્ણન કરી ગયા તે સમયે બનાવ્યો હતો. એમાં સંન્યાસીના સંક્ષિપ્ત ધર્મ કહ્યા ' લવા.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168