________________
તેમણે ગુંસાઈજીને રડતા જોયા, આથી તેણે હેને હમજાવી રડતા બંધ કર્યા, અને કહયું કે આમ રોવામાં કંઈ વળ્યું ? ચાલો કંઈ ઉપાય કરીએ. ગુંસાઈજીએ લાગ જોઈ કહયું કે તમારા બાપનું સરામણું મહે તમને અમુક દિવસે કરાવેલું હેની દક્ષણા આપવાની કહેલી તે આપી નથી તે આપ. આ પરથી દામોદરદાસે કહયું કે મારી પાસે બીજું તો કંઈ નથી પણ મહા પ્રભુજીએ આપણું માર્ગને સિદ્ધાંત મહને કહે છે તે કહે તો આપુ. આ વાત ગુંસાઈજીએ સ્વીકારવાથી દામોદરદાસે તે કહેવાનું પ્રારંભ કર્યું. તેમાં આ સંબંધમાં કહે છે કે પુષ્ટિમાગી વૈષ્ણવ કોઈ મૃત્યુ પામે છે કે તત્કાળ હેને વાસ્તે એક ગોપિકા (સ્ત્રી) નું પેળીયું તૈયાર કરી મુકેલું હોય છે હેમાં તે પ્રવેશ કરે છે. પછી તરતજ હૈને ગોલોકની ચાર ગોપીઓ તેડવા આવે છે. તે તેડીને લઈ જાય છે. રસ્તામાં કેટલાક લોક (સ્વર્ગાદિ લોક) આવે છે તે દેખાડતી દેખાડતી તે ગોપીઓ પેલી નવી ગોપીને લઈ જાય છે. તે પછી વચમાં એક મોટી પાજ આવે છે. તે ઉપરથી પાંચે જણી ચાલી જાય છે. પાજની બન્ને બાજુઓમાં હેટી હેટી ખાઈ હોય છે. તે ખાઈઓમાં અનેક સુંદર સુખમય સાધન સહિત સુંદર પુરૂષે રહેલા છે. (આ પુરૂષે તેમજ તેમનાં સુખ સાધનનું કેટલુક વર્ણન છે.) હવે આ નવો જીવ ગલોકમાં જતાં જતાં આ જોઈ લલચાઈ તે તરત હૈમાં પડી જાય અને ત્યાંના દેવતાઓ સાથે સુખ ભોગવે છે, પરંતુ જો હેમનું મન ડગે નહીં તો તે છવ તે ચાર સ્ત્રીઓ સાથે પેલે પાર ઉતરે છે અને ત્યાંથી થોડું ચાલે એટલે ગોલોક ધામ આવે છે. તે ગોલોક ધામની કાંતિ કરડે સૂર્યના જેવી છે. ત્યાં રત્ન જડીત મહેલ છે. વૃંદાવન છે. યમુના નદી છે. મેર છે. ત્યાં તે જીવને શ્રી કૃષ્ણ તથા સ્વામિનીજી સન્મુખ લઈ જવામાં આવે છે. પછી તે જીવને બધુ ગોલોક દેખાડવા તેઓ ચાર ગોપીઓને આજ્ઞા કરે છે. પછી બધું બતાવી કચ્છ સન્મુખ પાછો લાવવામાં આવે છે. પછી સ્વામિનીજી પાસે લાવવામાં આવે છે. પછી સ્વામિનીજી તે જીવ જે કંજમાથી વિધુરી (વિખૂટે થઈ પૃથ્વી ઉપર પડ્યા હોય તેજ કુંજમાં પાછા