________________
૧૩૬
માણસે અજ્ઞાન અને ભોળા ભકતને અવળું હમજાવે છે અને કહે છે કે જેમ અગ્નિમાં કંઈ પણ પદાથ નાખે અને બળી જાય તેમ ગુસાંઈના બાળક સાક્ષાત અગ્નિસ્વરૂપ છે તેથી એમની પાસે પાપ આવે નહીં ને આવે તે બળી ભસ્મ થઈ જાય.
આથી કરીને મહારાજનો મોટો ભાગ અશિક્ષિત, દુગુણીને, વિષયાસકત હોવાને વિશેષ સંભવ રહે છે, અને યુવાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં તે ધર્મશાસ્ત્રના અભ્યાસ અને ચિંતનને સ્થળે કોકશા સ્ત્રના અભ્યાસી અને હેના અર્થશાસ્ત્રી બને છે. શિષ્યાઓ રાખતા થાય છે. તેમના સન્મુખ રસગારી વાતો કરી દુરાચારના પાપની વિસ્મૃતિની વૃત્તિ ઉત્પન્ન કરે છે, અને પરિણામે હેમને પાપ તરફ પ્રેરે છે, ઉત્તેજે છે, પોષે છે.
વળી એક રાજગાદી અને રીયાસત તુલયની આ વ્યાપાર પ્રવૃત્તિને લીધે શ્રી લક્ષ્મીદેવીની સંપૂર્ણ કૃપા હોય છે. એઓ સુંદર સુહાગી વ, અલંકાર, કુંડળ વિગેરે પહેરી છેલ છબીલા છોગાળા બને છે, અને અનેક ભાવકડી અજ્ઞાન સુંદરીઓના મન હરણ કરી પોતાની પાશવવૃત્તિ સંતોષે છે. આ માટે અનેકવાર કોર્ટે રહડયા, અનેક સજજન પુરૂના ફીટકારને પ્રાપ્ત થયા, અનેક પુસ્તક અને પત્રમાં ગવાયા, વિગેરે જાહેર વાત છે.
એમના પૈસા મેળવવાના પ્રકાર પણ અનેક તરેહના હોય છે. એમને ઘેર કાંઈપણ કાર્ય હાય જેવાં કે (સીમંત, જન્મ, જોઈ, વિવાહ, મરણ, ઈત્યાદિ) તે સેવકે પાસેથી ધુમ પૈસે કહાવે છે. એ કાર્યો સેવકેને ત્યાં થાય ત્યારે પણ પૈસે કહડાવે છે, વળી ઉત્સવ ઇત્યાદિમાં ભેટે લે છે. કાંઈ ઘરબર બાંધવું હોય તે ખરડા કરે છે. કેટલાએક ખરડા તે મતિઓને કામે કાંઈક વસ્તુ જોઈતી હેય તે કરે. હૈમાં વસ્તુઓ કરતાં ઘણું જ વધારે પૈસા એકઠા કરે છે. અગાઉ તે જબરદસ્તીથી સેવકો પાસે કહડાવતા.
એક વ્રજપાળજી કરીને મહારાજ અગાઉ લખપતમાં સંવત ૧૮૮૬ માં આવ્યા હતા. તે લોકો પાસેથી પૈસા હડાવતા. ત્યેની વાત સાંભળેલી તે મુજબ કોઈ સારે શેઠી હેય હેને તેડાવે. હેની પાસે પાંચ દશ હજાર કોરીની માંગણી કરતા,