________________
એક બનાવ બને. ભાટિઆ લોકેએ ગામના પશ્ચિમ દરવાજા પાસે એક મહાદેવનું દહેરૂં ચણાવ્યું. ને હૈમાં મહાદેવને બેસાડવા વિચાર કર્યો. આ વાતની દિક્ષિતજીને ખબર પડતાં ભાટિઆ કેમના બેચાર અગ્રેસરને બોલાવી હેમને કહ્યું કે “મહાદેવજી તે જગતને લય કરનાર કાળ સ્વરૂપ છે હેની દષ્ટિ ગામની સામે હોય તો ગામનો નાશ થાય અને ઉજડ થાય, માટે વિષ્ણુ જે પાલનકર્તા છે હેની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ.” વિગેરે કેટલાક ચતુરાઈ ભરેલા વિવેચનને લીધે મહાદેવને ઠેકાણે ત્યાં લક્ષ્મી નારાયણની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. આવી રીતે જેમ જેમ તેઓ માનતા ગયા તેમ તેમ એઓ પણ ચતુરાઈથી વધુ વધુ પગ પસાર કરતા ગયા. એમણે એવી રીતે ઉપદેશ આપવા માંડયો કે જેથી પિતે હેમના ગુરૂ તરીકે સ્વીકારાય. વળી તે લોકના પુષ્કરણ તથા ભટ વિગેરેને પણ હમજાવવા માંડયા ને હાથમાં લીધા એટલે પછી તરતજ તેઓને બ્રહ્મ સંબધ કરી દીધું અને કંઠી બાંધી દીધી. હવે આ ભાટિઆ સંબન્ધમાં એ લોકે શું વાત ફેલાવી છે તે જોવા જેવી છે. તેઓ એમ જણાવે છે. “દિક્ષિતજી ત્યારે માંડવી પધાર્યા ત્યારે ભાટિઆ લોક માછીમાર હતા ને માછલાંનો વ્યાપાર કરતા. દિક્ષિતને તે લોકપર દયા આવી તેથી હેમની બુદ્ધિ નિર્મળ કરવા બધાને ઘેર પ્રસાદ મોકલ્યો તે હેમણે ખાધે કે હેમની બુદ્ધિ તરત ફરી ગઈ. બીજે દહાડે માછલાં ઘરમાંથી નાંખી દીધાં અને દેડતા દેડતા મહારાજને જઈ પગે લાગ્યા ને વિનંતી કરી કે અમને શરણ લ્યો. પછી મહારાજે ઘરમાંથી અનાચાર કાઢી નાંખવા હુકમ કર્યો ને હેમના ઉપર છાંટવા પોતાના ચરણનું જળ આપ્યું. આથી તે લોકની બુદ્ધિ નિર્મળ અને કેમેળ થઈ પછી બધાઓને નામ સમર્પણ કરાવ્યું, કંઠી બાંધી, જનોઈ દીધું ને શુદ્રના કિજ બનાવ્યા. શુદ્રોને પાવન કર્યા.” આ પછી ઉપર જણાવી ગયા તે મહાદેવની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની વાત આવે છે. અને સાથે કેટલીક કેવળ અસંબન્ધ અપ્રસ્તુત વાતે પણ જણાવી છે.