________________
૧૦૦
અનાચારના અખાડાજ જેવા થઈ પડે છે. ઘણીવાર અનેક યુવાન સ્ત્રી પુરૂષના સંકેત સ્થાને પણ થાય છે. ઘણીવાર સ્ત્રીપુરૂષો રૂપરંગ જેવાજ નીકળી પડે છે. દર્શન સમયે થતી ભીડમાં જાણે અજાણે થતા અંગે સ્પર્શમાં આનંદ માને છે. તેમાં કેટલીક સ્ત્રીઓ એ બહાને પહેરવા ઓઢવાનો શોખ પૂરો પાડે છે, કારણ આવા દર્શનથી સ્વગ પ્રાપ્તિ થાય છે કે કેમ હૈની ચર્ચા આગળ પર રાખી એટલુંજ કહીશું કે ખરા ભાવિક તે આમાંયે કોઈકજ હશે. હેના વધુ દ્રષ્ટાંત ન આપતાં માત્ર એકજ આપીશું. થોડાં વર્ષોપર મુંબઈના જીવણજી મહારાજે એક વખત અમુક પ્રકારનું ગુલામીખત જેવું ખત લખાવીને તે પર પિતાના બધા કઠીબંધ સેવકોની સહી લેવાને ઠરાવ કર્યો હતો, પણ તે ખત અતિશય અધમ પ્રકારનું હોવાથી વિષ્ણવ શેઠીઆઓએ તે પર સહી કરવા ના કહી હતી, આ ઉપરથી મહારાજે દર્શન આપવા બંધ કરવાનું ઠરાવી બારણાં બંધ કર્યા. સેવકેમાં કેટલાક ૨૫ ટકાવાળા, કેટલાક ૩૭મા ટકાવાળા, કેટલાક ૧ળા ટકાવાળા, ૧૦ ટકાવાળા, કેટલાક ૫ ટકાવાળા ઇત્યાદિ હતા તે સઘળા આમ જોઈને ચાલતા થયા. કેટલાક તો રાજી થયા કે પીડા થતી. આસરે ૭૧ સેવકો એવા હતા કે જેઓ દર્શન કર્યા સિવાય અન્ન ન ખાવાનો નિર્ણય કર્યો હતો, પણ થોડા વખતમાં તેઓમાંના માત્ર સાત સેવકે શિવાય સર્વ જણે ખાવાનું શરૂ કર્યું. આખરે દર્શન ખુલ્યાં ત્યારે માત્ર સાત વૈષ્ણો દર્શન કરવા આવ્યા હતા. સદભાગ્યે આવી શિક્ષાઓ આજે મહારાજ કરતા નથી. બાકી મહારાજને પિતાની ખરી સ્થિતિની ખબર પડે.
હવે વૈષ્ણ પિતાના ઘરમાં જે વિવિધ પ્રકારની સેવા રાખે છે તે સંબંધી વિચાર કરીશું. વૈષ્ણવો પોતાની મનપસંદ મૂતિ કંસારાને ત્યાંથી ખરીદી મહારાજને આપે છે. મહારાજ લોક હેને હાથ લગાડી કે એકાદ દહાડે પિતાના મંદીરમાં રાખી વૈષ્ણવને પાછી પધરાવી કે પૃષ્ટાવી આપે છે. એટલે તે સેવા કરવા યોગ્ય થઈ એમ માનવામાં આવે છે. પુરાણોક્ત પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રની જરૂર પડતી નથી. પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં પણ આમજ લખ્યું છે. શોભા વહુજી કૃત આકિ કરીને પુસ્તક છે તેમાં લખ્યું છે કે,