Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫૯ તેની અકીકતા ને દિવ્યતા જતી રહે છે. પરમાત્મા શાંત સૌમ્ય સ્વરૂપે સત-ચિતને આનન્દ સ્વરૂપ છે. ઈન્દ્રિયગમ્ય લાડપણથી તેને સેહાવવાથી તેનામાંથી અધિકતા જતી રહે છે. સામાન્ય મનુષ્ય પંકિતયે આવે છે. એમાં જે સર્વ શક્તિમાન દિવ્ય સ્વરૂપ પ્રત્યે પ્રવૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ તે ન થતા માત્ર તૈકીક સૌન્દર્યના કડામણ લાલન પાલનના ઉમાદાદિ રાજસ રસવિહાર પ્રતિ ચિત્તવૃત્તિ આકર્ષાય છે ને વિરામે છે. ભકિતરસથી આ રસ કેવળ વિમુખ હોય છે. ઈશ્વરની અનન્ય અવ્યભિચરિત ભકિત એમાં નથી. ભક્તિરસમાં શીલ ગંભીરતાને પ્રઢતા હોય છે. પ્રભુના ગુણેત્કિર્ષમાં * ભક્તહૃદય આસકત બને છે, મહાન તેજોમય સ્વરૂપની ઉપાસનામાં ભકતહૃદય લીન થાય છે. શુદ્ધ આનન્દ ગ્રહણ કરવા હૃદય જાગ્રત રહે છે. તેને ઠેકાણે આ શંગાર લીલામાં રાજસ વૈષયિક ઈન્દ્રિયજન્ય અમુક કામુકતા રહેલી હોય છે. પધરામણી ને એવે સમયે “મેહન મલપતા ઘેર આવે ને તેને “મોતીડે વધાવ” ને તેની સાથે પહાનું” પડતાને કેમે કરી “છાનું ન રહેતાં “દુરિજન” કહેવું હોય તે કહે પણ જરાયે ભીતિ કે બહીક ન રાખે એ ભકત સ્ત્રીની રાગમયતા પ્રભુભકિતમાં પિષક નથી પણ દુષ્ટ હોઈ અનીતિવર્ધક તથા વિષયોત્પાદકજ છે. અને આવા શંગારી પદોથી જ આ સંપ્રદાયનું સાહિત્ય સંગીતમય સુલલિત બન્યું છે, પણ તેથી શુધ્ધ ભકિતપષક નથી. પરમાત્માને જયારે આવા આવા વિશેષણનું આરોપણ કરવામાં આવે ત્યારે શું આ વૃત્તિઓને ભેદ તે નામમાંજ હોય તો તેના સ્વરૂપની ધારણું શિવાય નામમાં આવે કે ? વાસ્તવિક રીતે ભક્તિમાં શગાર આવશ્યક તત્વ જ નથી. આત્મા ને ધ્યાન યોગથી જે પરમાત્માનું દર્શન થાય, અતઃકરણની પ્રેમમય ભકિતથી જે પરમાત્મા સાથે યોગ પામી શકાય, તે જે આવી ઇન્દ્રિયગમ્ય વૃત્તિયુક્ત ભાવોના ગુણાનુવાદથી બનતું હોય તે પછી ઈન્ડિયામાં જ દેવપણું, ને વિષય સુખ એજ પરમ આનન્દની અવધિ ! પ્રભુની મંગલતા શુદ્ધ સ્વરૂપમાં સાધુ હદયને સ્પરે છે. આ રીતે વિચારતાં જણાશે કે આ ભક્તિ માર્ગ તેને અવલબી લખાયેલા કવિતો, પદ સવ પરમાત્મા વાચક તેમજ

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168