________________
૧૧૧
વામાં ઘણી વખત તો તેઓ આગળ પાછળ કે આજીવિકાને પણ વિચાર કરતા નથી ને ઝોકાવે છે. એમ કરતાં પાછળથી આવી વિધવા સ્ત્રીઓની શી દશા થાય છે ને કેવાં કૃત્ય કરવાને પ્રવૃત્ત થાય છે ત્યેનું વર્ણન બહુ દુ:ખદાયક થઈ પડે છે. કેટલીક મહારાજોની દાસી બની મહારાજ પાસે ભાવિક સેવકીઓને લઈ જવાને ધંધે કરે છે. કેટલીક વહુજી પાસે બેસી અનેક સ્ત્રીઓને ખાટી સાચી રીતે ડરાવી ઉંધુંચતું સમજાવીને પિતાનું ગુજરાન કરે છે. કેટલીક અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા સારા સ્ત્રી પુરૂષોને બગાડી ગુજરાન કરે છે. ને એમ થતાં રસમંડળી જામે છે. કેટલાક તેવી ખટપટ ન જાણતી હોય તે દુઃખમાં આવી પડે છે. એમ કરતાં વખતે કોઇને ત્યાં રસોઈ કરવા રહી જાય છે. વખતે એમ કરતાં કોઈ વળી વૈષ્ણવને ત્યાં જઈ “મહારાજ ભોગની તૈયારી છે કે આજ હમારે ત્યાં પહોંચવાની ઈચ્છા છે” કહી નકટી થઈ બેસી રહે છે. વિગેરે અનેક તરેહની મુશીબતોમાં ઉતરવું પડે છે. સંઘમાં પણ અનેક તરેહના ખેલો ચાલતા રહે છે. હલાજો સચવાત નથી. અંગસ્પર્શ ને ધક્કાધીક્કી તે હસતાં હસતાં ચાલતાંજ રહે છે. એકાંત માટેના પ્રયત્નો તે બનતા જ રહે છે. નહીંતર પછી શાક સમારવાની, ધાન્ય સાફ કરવાની, વણવાની, દળવાની તથા મંદિર વિગેરે આવતાં હોય ત્યાં ઝાડગુડ કરી સાફ કરવાની વિગેરે સેવા કરી કાળ નિર્ગમન કરે છે.
આતો એક વાત થઈ પણ ત્યાં ગયા પછી ગેર લોકે તે જાણે ધોળે દહાડે લૂટે છે. ભોળા ને ચઢાઉ માણસને છાપરે ચઢાવે છે. ફલાણાએ અમને આમ આપ્યું ને ફલાણાએ તે અમને આમ આપી અન્યાય કીધે ને હમે તે હેના કરતા સરસ છે. આથી તે ગજા ઉપરાંત આપી દે છે. આવી રીતે તેઓ યાત્રાળુઓને વખતે ચઢાવીને, વખતે જોરજુલમથી, વખતે ધમકાવી, વખતે તરેહવાર સાચા જુઠા ન્હાના બતાવી, વખતે ફોસલાવી, વખતે હેમની વાતે બતાવી, લૂટાય તેટલું લૂટે છે. એટલું જ નહીં પણ સાંભળવામાં આવ્યું છે કે કેટલાક તીર્થ સ્થળોએ યાત્રાળુઓ જો સરળતાથી ન આપે તે માર મારીને લે છે, અને તેમ ન બને તે