Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩૭ અને જો ના પાડવામાં આવે તે કેદ સુધ્ધાં કરતા. એઓ પિતાની સાથે સિપાઇ વિગેરેનો રસાલો રાખે છે એટલે જરૂર ધારતાં શિક્ષા સુદ્ધાં કરી શકે છે. ઈચ્છા થાય તો ભર બપોરે તડકામાં ઉભા રાખે ઇચ્છા થાય તે દર્શન બંધ રાખે. ઈચ્છા થાય તો દંડ કરે, આવી રીતે અનેક યુકિત પ્રયુકિતએ પૈસા કહાવે છે. મુંબઈમાં ચીમનજી મહારાજે બે ચાર વાર ખરડા કરેલા અને હેમાં સેવકની ઈચ્છા વિરૂદ્ધ જબરદસ્તીથી પૈસા કહેડાવેલા. મુંબઈમાં અગાઉ દાણી રાયજી કરી મહારાજ આવ્યા હતા હેમણે વૈષ્ણ પાસે જોરજુલમથી પૈસા લીધેલા. વળી, વાર તહેવાર અને પવને દિવસે ભેટ લેવાનો રિવાજ હોય છે. આ મહારાજના હિંડોળા, ડોળ, ફૂલમંડળી, પવિત્રાં વિગેરેમાં દર્શન કરી સેવકે પુષ્કળ ભેટ મૂકે છે. કેટલાએક ઉપર મહારાજે છેતી ઉપરણો પહેરાવે છે, હેને વિધિ એમ છે કે સહારના પહોરમાં તે ઘેતી ઉપરણુ કરનાર ત્યાં કુટુમ્બ સગાવ્હાલાં તથા પાડપડેલી સાથે હાજર થાય છે. મહારાજ શાચ જઈ આવ્યા પછી તે કપડાં સાથે ઉંચા આસને વિરાજે છે. સેવકો તેલમર્દન ઇત્યાદિ ક્રિયા કરે છે, પછી એક રૂપાની વાટકીમાં કેસર પલાળી રાખ્યું હોય છે તે લઈ આવે છે અને મહારાજના પગની નીચે એક રૂપાને વાટકા મૂકે છે. ત્યાર પછી પિલાં કેસરમાં હાથ બોળીને ઘેતી ઉપરણાવાળા સર્વ સેવકે હેના ઉપર તે લગાડે છે. તે પછી ટાઢાં ઉનાં પાણી સાથે પગ ધેાઈને પેલા નીચેના વાટકામાં પાણી નાંખે છે. હવે એ પાણી પવિત્ર થયું તે ભગવાનના ચરણનું જળ. હેને ગંગાજળ તરીકે માનવામાં આવે છે. હવે આ જળ જરા તરા પણ તેલ ચીગટવાળું હોય છતાં વૈષ્ણ બિચારા ભાવપૂર્વક પી જાય છે, જરા આંખને, જરા છાતીએ, જરા કપાળે લગાડે. ત્યાર પછી મહારાજ ઈછા અન્વય છેતી ઉપરણો ને કેટલાંક લુગડાં તે વૈષ્ણવને આપે ને બાકીના રાખી મૂકે છે, અને વૈષ્ણવ પિતે ભેટ મુકે છે. એટલું જ નહીં પણ જે સગાંવહાલાંઓને લઈ ગયો હોય છે ત્યેની ભેટ પણ ગિરથી મૂકે છે. ૧૮

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168